Saturday, December 21, 2024

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા 125 દીકરીઓનું કન્યા પૂજન કરી લ્હાણી વિતરણ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના વીસીપરા સ્થિત પંચેશ્વરી મેલડી માતાજી ગરબી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – મોરબી તથા રાષ્ટ્રીય બજરંગ દળ – મોરબી દ્વારા કન્યા પૂજન તેમજ લ્હાણી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત કુલ ૧૨૫ દીકરીઓનું પૂજન તેમજ તેમને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – મોરબી તથા રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી દ્વારા પ્રતિવર્ષ નવરાત્રીના પાવન પર્વ નિમિતે કન્યા પૂજન કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે શહેરના વીસીપરા સ્થિત પંચેશ્વરી મેલડીમાં ગરબી ખાતે કન્યા પૂજન કાર્યક્રમ યોજાવા માં આવ્યો હતો.

આ તકે રાષ્ટ્રીય બજરંગ દળ – મોરબી જીલ્લાના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અગ્રણી નરેન્દ્રભાઈ પાઁવ દ્વારા દરેક બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી તરફથી દરેક માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર