મોરબી: અન્નપુર્ણા કાઠીયાવાડી હોટલમાં પથીક સોફ્ટવેરનો ઉપયોગ ન કરતા સંચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર રાધે શ્યામ પ્લાજાની બાજુમાં અન્નપુર્ણા કાઠીયાવાડી હોટલમાં પથીક સોફ્ટવેરનો ઉપયોગ ન કરી હોટલમાં આવેલ ગ્રાહકોની એન્ટ્રી પથીક સોફ્ટવેરમા નહી કરી જાહેરનામાનો ભંગ કરતા હોટલ સંચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર રાધે શ્યામ પ્લાજાની બાજુમાં અન્નપુર્ણા કાઠીયાવાડી હોટલમાં હોટલમા પથીક સોફટવેરનો યોગ્ય ઉપયોગ ન કરી રજીસ્ટરમાં એન્ટ્રી કરેલ પરંતુ પોતાની હોટલમાં આવેલ મુસાફરોની એન્ટ્રી પથીક સોફ્ટવેરમાં કરેલ ન હોય જેથી હોટલ સંચાલક પુર્ન બહાદુર કમાનસિંગ સાઉદ (ઉ.વ.૨૨) મુળ કણાર્ટક રાજ્યનો વતની અને હાલ મોરબી માળિયા હાઈવે પર અન્નપુર્ણા કાઠીયાવાડી હોટલમાં તા.જી. મોરબીવાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.