Sunday, September 8, 2024

મોરબી અને મોરબીનું રાજકારણ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના ઝુલતા પુલ તૂટવાની ઘટના પહેલાં શહેરની રાજકીય સ્થિતી કેવી હતી તે પણ સમજવા જેવું છે

આમ તો મોરબી જિલ્લામાં કાયમી ભાજપ નો જ દબદબો રહ્યો છે પણ સમય સમયે જુથવાદ નાં લબકારા જોવા મળે છે મુખ્ય બે જુથો વચ્ચે રાજકીય ખેંચતાણ અને કાવાદાવા ચાલતા હોય છે એક તરફ કાંતિભાઈ અમૃતિયા નું જુથ છે તો બીજી તરફ મોહનભાઈ કુંડારીયા નું જુથ છે બન્ને જૂથ વચ્ચે રાજકિય વર્ચસ્વ નેં લઈ ખેંચતાણ જોવા મળે છે

ભાજપનું એક હત્થુ રાજ આવ્યું તે પહેલાં કોંગ્રેસનાં ઉપરાછાપરી બળવા થયા હતા. કોંગ્રેસ જ કોંગ્રેસને ઉથલાવી અને હરાવી હતી. કોંગ્રેસમાંથી ભાજપે અનેક નેતાઓને પક્ષપલટો કરાવીને આયાત કર્યા હતા. તેમને પ્રમુખ બનાવ્યા અને ટિકિટો આપી સત્તા મેળવવા નીતિ બાજુ પર મૂકી હતી. ભાજપનો એક માત્ર ધ્યય મોરબી પર રાજ કરવાનો હતો. ભલે તેમાં નીતિ અને અનીતિ વચ્ચે ભેદ ન રહે.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પણ કોંગ્રેસથી પક્ષાંતર કરાવીને ભાજપે આયાત કર્યા હતા. આયાત કરીને તેમને પંચાયત મંત્રી પણ બનાવી દેવાયા હતા.

આ બધાનું પરિણામ એ આવ્યું તે મોરબીના બે લાખ લોકોમાંથી 75 હજાર લોકોએ ભાજપને 100 ટકા સભ્યો ચૂંટાવી આપીને મોરબી નગરપાલિકામા સત્તા સોંપી હતી. તમામ 52 સભ્યો ચૂંટીને મોકલવામાં આવતાંની સાથે જ લાયક ન હતા એવા પદો પર બેસાડી દેવાયા અને બેફામ બની ગયા હતા. લોકો તેની સાથે છે એવો ઘમંડ રાખીને સત્તાધીશોએ સાથે મળીને પુલ તૂટવાની જવાબદારી હતી તેમ છતાં તે સ્વિકારી નહીં.

અમર્યાદ સત્તાએ મોરબીને કાળી ટીલી લગાવી દીધી હતી. તેમાં ગાંધીનગર અને દિલ્હીના ભાજપના ઘમંડી નેતાઓ તેલ પુરતાં રહ્યા હતા. મોરબી મચ્છુ પૂર હોનારતમાં તારાજ થયું તેનાથી વધારે તો બેફામ સત્તાથી વધારે તારાજ થયું છે.

પુલ તૂટતા પહેલાં અને તુટ્યા બાદ મોરબીનું રાજકાણ બદલાઈ ગયું હતું.

મતદાન બહિષ્કાર

મોરબી નગરપાલિકાની 2015ની ચૂંટણી વખતે અમરેલી ગ્રામ પંચાયત અને શનાળા ગ્રામ પંચાયતને પાલિકા વિસ્તારમાં ભેળવવામાં આવ્યા હતા. જો કે મતદારોને પાલિકા વિસ્તાર નહીં પણ ગ્રામ પંચાયત આપવા માંગણી કરી હતી. પાલિકા અને 2017 વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી વખતે મતદાન બહિષ્કાર કર્યા હતો. તેથી ફરીથી ગ્રામ પંચાયત આપવામાં આવી હતી. 5000 મતદારોને મતદારયાદીમાં બાકાત કરી દેવાયા હતા. આવું ગુજરાતમાં ભાગ્યેજ બન્યું છે.

કોંગ્રેસના વિખવાદ

મોરબી પાલિકાની 13 વોર્ડની 52 બેઠકમાંથી કોંગ્રેસે 32 પર અને ભાજપે 20 સીટ પર કબજો જમાવ્યો હતો. કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી ગઇ હતી. પાટીદાર શાસીત વોર્ડમાં ભાજપનો રકાશ થયો હતો. જે-તે સમયે અસંતુષ્ટ કોંગ્રેસી આગેવાનોએ માત્ર સત્તા હાંસલ કરવા માટે અલગ નાગરીક સમિતિનું ગઠન કરી બાદમાં ભાજપ સાથે સાંઠગાંઠ ચલાવી શાસન મેળવ્યું હતું.

મોરબી પાલિકાના પ્રમુખ નયના મહેશ રાજ્યગુરુ સામે કોંગ્રેસના 22 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જે ભાજપ-કોંગ્રેસના સદસ્યોએ મળીને મંજુર કરાવી હતી. ઉપપ્રમુખ અનિલ મહેતાએ બોર્ડની બેઠક પૂર્વે જ રાજીનામું ધરી દેતા પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે પાલિકામાં ચુંટણી યોજાઈ હતી. જેમાં મોરબી નગરપાલિકા પ્રમુખ તરીકે ભાજપના ગીતા કણઝરીયા અને ઉપપ્રમુખ પદે ભરત જારીયા ચૂટાયા હતા.

વહીવટદાર

મોરબી નગરપાલિકાની 2015 ચૂંટણીમાં વિજેતા બની શાસન સાંભળનાર બોડીની મુદત 12 ડિસેમ્બરના રોજ પૂરી થઈ હતી. ત્યાર બાદ 3 મહિના વહીવતદારનું શાસન રહ્યું હતું.

નગરપાલિકામાં 100 ટકા ભાજપ

2021માં 75 હજાર મતદારોએ 52 સભ્યોની મોરબી નગરપાલિકામાં તમામ સભ્યો ભાજપના ચૂંટાયા હતા. બીજા કોઈ પક્ષના સભ્યો ચૂંટાયા ન હતા. સભ્યો તમામ ભાજપના હતા. મોરબીની પ્રજાએ 100 ટકા સભ્યો ચૂંટીને 100 ટકા ભરોષો મૂક્યો હતો. તે ઝુલતા પુલની જેમ તૂટ્યો હતો.

મોરબી નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે 143 મતદાન મથકો પર 768 મતદાન કર્મચારી ગણ હતા. 77500 પુરુષ અને 71500 સ્ત્રી મતદારો હતા. 1 લાખ 50 હજાર મત હતા.

ભાજપનો પરિવાર વાદ

જે બેઠક સ્ત્રી અનામત જાહેર થઈ તેમાં કાઉન્સીલરોએ પત્નીઓને ટિકિટ અપાવી હતી. પાટીલે જાહેરાત કરી હતી કે સગાઓને ટિકિટ નહીં અપાય. કાઉન્સિલર અને પૂર્વ ઉપપ્રમુખ ભરત જારીયાએ પુત્ર ભાવિકને ટિકિટ અપાવી હતી.વોર્ડ 4ના કાઉન્સિલર ગૌતમ સોલંકીએ પત્ની મનીષાને ટિકિટ અપાવી હતી. કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા પૂર્વ કાઉન્સિલર સુરેશ શિરોહિયાના પત્ની જસુમતી ગત ટર્મમાં કોંગ્રેસના મેન્ડેટ પર જીતીને કાઉન્સીલર બન્યા હતા. હવે તેઓ ભાજપ ભળી ગયા હતા અને ત્યાંથી પણ પત્નીને ટિકીટ અપાવી હતી. જિલ્લા મહામંત્રી ને કાઉન્સિલર જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ અપાઈ હતી તે પણ ચૂંટાયા હતા

ભાજપે 8 સતવારા, 8 પટેલ, 3 અનુ. જાતિ, 3 ક્ષત્રિય, 3 મુસ્લિમ, 2 બ્રાહ્મણ, કુંભાર, આહીર,કોળી,લોહાણા, સહિત 20 જેટલી જ્ઞાતિઓને ટિકિટ આપી હતી.

ભાજપના 7 નગર સેવક રિપિટ, 2 પક્ષ પલટુને ટીકીટ આપી હતી. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ ભાનુ નગવાડિયા, જસુમતી શિરોહિયાને પણ ટિકિટ આપી હતી.

પૂર્વ પ્રમુખને ફરી તક

મોરબી નગરપાલિકામાં અગાઉ ચૂંટણી લડી વિજેતા બન્યા બાદ પાલિકા પ્રમુખ તરીકેનો હોદ્દો ભોગવી ચૂકેલા લલિત કામરીયા ની પહેલા ટીકીટ ફાઇનલ થયાં બાદ અંતે એક કોર્ટે કેસ સબબ તેમની ટિકીટ કપાઈ હતી તો બીજી તરફ દેવાભાઈ અવાડિયાને પક્ષે ફરી ભાજપે ટિકીટ આપી હતી. તો કોંગ્રેસ માંથી ભાજપ મા આવેલ પુર્વ પ્રમુખ કેતન વિલપરા ની ટીકીટ કપાતા કપાતા વચ્ચે તેમને વોર્ડ નં ૧૦ માથી ટીકીટ આપવા મા આવી હતી

નગરપાલિકાના ભાજપના 52 સભ્યોની યાદી

વોર્ડ 1 – નિર્મળા મોરારજી કણઝારીયા, જિજ્ઞાસા અમિત ગામી, દેવા પરબત અવાડીયા, રાજેશ ચીમનલાલ રામાવત

વોર્ડ 2 – ગીતા મનુ સારેસા, લાભુ લાલજી પરમાર, જેન્તી છગન ઘાટલીયા, ઈદ્રીશ મેપા જેડા

વોર્ડ 3 – પ્રવિણા જીતેન્દ્ર ત્રિવેદી, કમળા વશરામ સરડવા, જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશ વાલાભાઈ ચબાડ,

વોર્ડ 4 – મનીષા ગૌતમ સોલંકી, જસવંતી સુરેશ સિરોહીયા, ગિરિરાજ સુખદેવ ઝાલા, મનસુખ મોહન બરાસરા

વોર્ડ 5 – સીતાબા અનોપ જાડેજા, દર્શના નલિનકુમાર ભટ્ટ, સંદીપ ચંદ્રકાન્ત દફતરી, કેતન સુરેશ રાણપરા

વોર્ડ 6 – મમતા ઘીરેન ઠાકર, સુરભી મનીષ ભોજાણી, હનીફ હુસેન મોવર, ભગવાનજી કણઝારિયા

વોર્ડ 7 – સીમા સોલંકી, હીના ભરત મહેતા, કલ્પેશ રવેશીયા, આસિફ ઘાંચી

વોર્ડ 8 – ક્રિષ્ના નવનીત દસાડીયા, મંજુલા અમૃતલાલ દેત્રોજા, લલિત જેરામ કામરિયા, દિનેશ કૈલા

વોર્ડ 9- કુંદન શૈલેષ માકાસણા, લાભુ પરબત કળોતરા, સુરેશકુમાર અંબારામ દેસાઈ, જેંતીલાલ ગોવિંદ વિડજા

વોર્ડ10 – પ્રભા કાનજી ડાભી, જ્યોત્સના અમિતબુદ્ધદેવ, ચતુર કરમશી દેત્રોજા, પ્રભુલાલ અમરશી ભૂત

વોર્ડ 11 – અલ્પા રોહિત કણઝારીયા, કુસુમ કરમશી પરમાર, માવજી પ્રેમજી કણઝારીયા, હર્ષદ મોતી કણઝારીયા

વોર્ડ12 – પુષ્પા જાદવ, નિમિષા ભીમાણી, ચુનીલાલ છગન પરમાર, બ્રિજેશ આપા કુંભારવાડીયા

વોર્ડ13 – પુષ્પા જયસુખ સોનાગ્રા, જસવંતી પ્રવીણ સોનાગ્રા, ભાનુ ચંદુ નગવાડીયા, ભાવિક ભરત જારીયા

ચૂંટણી થયા બાદ મોરબી પ્રાંત અધિકારી દેવેન્દ્ર ઝાલાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા હતા.

ભાજપ શાસિત નગરપાલિકા ના પ્રમુખ

કુસુમબેન કરમશીભાઈ પરમાર બીજી વખત ચૂંટણી જીત્યા હતા. તેઓને બિન હરીફ નગરપાલિકા પ્રમુખ જાહેર કર્યા હતા. ત્રીજી વખત જીતેલા જયરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.પરચેઝ સમિતિના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ અંબારામભાઈ દેસાઈ હતા. ભાજપના નેતા તરીકે કમલ દેસાઈ અને દંડક તરીકે સુરભી મનીષ ભોજાણીની નિમણુંક કરી હતી. કુસુમબેન તરફથી ભૂગર્ભ ગટર, સ્ટ્રીટલાઈટ સહિતના તમામ લોકોને પ્રશ્નો હલ કરવાની પ્રાથમિકતા જાહેર કરી હતી.

ચૂંટણીમાં લાયકાત ભૂલાઈ

પ્રમુખના દાવેદાર મંજુલાબેન દેત્રોજાનું નામ કપાયું હતું. મોરબી પાલિકા પ્રમુખ તરીકે પટેલ સમાજ માંથી પ્રમુખ પદ મળવાની પહેલાથી નકકી જણાતું હતું. પટેલ સમાજમાંથી મંજુલાબેન દેત્રોજાનું નામ સૌથી આગળ ચાલતું હતું. 2022ની ચૂંટણીમાં સતવારા સમાજના મત મળી રહે તેથી કુસુમબેન પ્રમુખ નો હોદ્દો અપાયો હતો.

બરતરફ

બરતરફ કરવા માટે સરકારે નોટિસ આપી તે વ્યાજબી નહીં હોવાનો નગરસેવકોએ બળવો કર્યો હતો. 40 નગરસેવકોએ નોટિસનો જવાબ પાઠવ્યો હતો. સોગંદનામા પર પોતાનો જવાબ રજૂ કર્યો હતો. વડી અદાલતે કહ્યું હતું કે, નગરપાલિકાને સુપરસીડ કરવાનો નિર્ણય લેવાય નહીં ત્યાં સુધી હાલના કેસમાં તેમને સાંભળવા જરૂરી નથી. નગરપાલિકાના સભ્યોએ હાઈકોર્ટમાં બરતરફ ન કરવા અપીલ કરી હતી. ભાજપના નેતાઓની બેશરમી અહીં હતી. દુર્ઘટનામાં નગરસેવકોનો કોઈ જ વાંક ન હોવાનો પણ દાવો કર્યો હતો.

ટીકા કરો

કિર્તિ રૂપે કમાણી કરે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે એવું મોરબીમાં કોરોના મોક્ષાર્થે યોજાયેલી ભાગવત કથામાં કહ્યું હતું. સાચું કહેવા વાળા અને સાચું સાંભળવા વાળાની સંખ્યા ઘટતી જાય છે. જે સમાજ માટે નુકશાનકારક છે. જનપ્રતિનિધિઓને રાજનીતિ માટે નહીં પરંતુ રાષ્ટ્રનીતિ માટે કામ કરવાની જરૂર છે. તો જ રાષ્ટ્રનું ભલું થશે.

*52 સભ્યોની મોરબી નગરપાલિકાને અંતે સુપરસીડ જાહેર કરાઈ હતી.*

*શહેરની કંગાળ હાલત*

પુલ ઘટના પછી મોરબી નગરપાલિકા પાસે સ્વભંડોળના નાણાં રહ્યાં ન હતા. માત્ર 7 લાખ રૂપિયા હતા. નાણા નથી તેવું જણાવી ભાજપના ધારાસભ્યએ નગરજનો ને ટેક્સ ભરી પાલિકા ને સાથ સહકાર આપે તેવી અપીલ કરવી પડી હતી. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાલિકા ની આવી કંગાળ હાલત માટે ખુદ ભાજપ શાસિત પાલિકા જ જવાદાર હોય અને એની હાલત સુધારવા શહેરી જનોની મદદ લેવી પડે તો એ સત્તા શા કામ ની એવો પ્રશ્ન હવે પ્રજા પૂછી રહી છે .અને આવી કંગાળ હાલત જ પાલીકા ની રહેવાની છે કે પછી થોડી લાજ શરમ રાખી ભાજપ શાષિત પાલિકા પ્રજાના પ્રશ્નો ને ઉકેલી સાથે સાથે પાલિકા ને પણ આર્થીક પગભર કરશે એ હવે આવનારા દિવસોમાં ખબર પડી રહેશે ?

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર