મોરબી અને માળિયા શહેરમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સામાજિક કાર્યકરોની માંગ
મોરબી અને માળિયા શહેરમાં છેલ્લા ૩૦ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનુ શાસન છે તેમ છતા મોરબી અને માળિયા શહેર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે જેથી શહેરમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મોરબીના સામાજિક કાર્યકરોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચાએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી અને માળીયા શહેરમાં છેલ્લા ૩૦ વર્ષોથી એક હથ્થું સાસન ચાલી રહ્યું છે તેમજ મોરબી જીલ્લો બન્યો તેને પણ ૧૧ વર્ષ જેવો સમય વિતી ચુક્યો છે અને ટુંક જ સમયમાં મોરબી મહાનગરપાલિકા બનવા જઈ રહી છે પરંતુ મોરબી અને માળીયામાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે પ્રજાને કોઈપણ પ્રકારની સુવિધાઓ મળી રહી નથી.
મોરબી અને માળીયા શહેરમાં એક પણ જુના બગીચા નથી બચ્યા તમાંમ બગીચા ખંઢેર હાલતમાં હાલતમાં જોવા મળી રહ્ય છે નવા બગીચાઓ બનાવમાં આવ્યા નથી આખરો બાળકો અને વૃદ્ધો બેસવા માટે ક્યાં જાય તેમજ મોરબી શહેરમાં ફરવા માટે એક સ્થળ રહ્યું નથી લોકો ક્યાં જાય ફરવા માટે મોરબીને ધારાસભ્ય તો મડ્યા પરંતુ તે મોરબી અને માળિયા શહેરમાં કાઈ કામના નથી.
કાન્તીભાઈ છેલ્લા ૩૦ વર્ષથી ધારાસભ્ય છે તો તેમને મોરબી શહેર કે માળિયા શહેર માટે કંઇ એવી મોટી યોજના લાવી કે તેમને સાબાસી આપી શકાય ? જોવા જઇએ તો માળિયા શહેર ની હાલત જે ૩૦ વર્ષ પહેલા જે હતી તેવી જ આજે છે કેમ કે ત્યાં નાતો કોઇ એવી સારી સગવડતા હોસ્પીટલ ની છે કે નહીંતો શિક્ષણ ની સારી વ્યવસ્થા છે તો મોરબી શહેરની પણ હાલત આજ પ્રકારની છે. એને એજ રોડ અને એજ ટ્રાફીક અને રોડ પર રખડતા પશુઓની સમસ્યા વર્ષો પહેલા બનાવેલ બાગ બગીચા હતા તે આજે ભંગાર હાલતમાં અને દારૂડીયાઓના અડ્ડા બની ગયા છે. મોરબી અને માળિયા શહેરમાં લોકોને પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરોએ માંગ કરી છે.
જ્યારે મોરબી શહેરના લોકો ચર્ચા કરી રહ્યા છે કે ટુંક સમયમાં મોરબી મહાનગરપાલીકા બનવા જઈ રહી છે તો શું પ્રજા મહાનગરપાલીકાની સુવિધાઓ મળશે કે નહીં તેવી પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે જો કાંતિભાઈ અમૃતિયા બગીચા કરી દે અથવા બેસવાની બેન્ચો નાખી દે એવું નાનુ એક કામ કરી આપશે તો મોરબીના સમાજિક કાર્યકરો દ્વારા ધારાસભ્યનું નગરદરવાજાના ચોકમાં સન્માન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.