મોરબી અને હળવદમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુપરમાર્કેટના પાર્કિંગ અને હળવદના અજીતગઢ ગામેથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ નીતનીપાર્ક સોસાયટી પલ હાઇટસ -૭૦૨મા રહેતા પ્રવીણભાઈ જીવરાજભાઈ કકાસણીયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુપરમાર્કેટ ના પાર્કિંગમાથી ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-પી-૫૪૪૩ વાળુ જેની કિંમત રૂ. ૪૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા ભરતભાઇ દેવજીભાઈ તરેવાડીયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે હળવદના અજીતગઢ ગામેથી ફરીયાદીનુ બજાજ કંપનીનું પ્લેટીના મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-બીએલ-૨૬૪૯ જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળુ મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.