Tuesday, December 3, 2024

મોરબી અને વાંકાનેરના છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી આરોગ્ય સુવિધાઓ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લેબોરેટરીમાં HB, RBS, યુરીન, સુગર સહિતના ૧૭ ટેસ્ટ, ગળાફા, બ્રેસ્ટ કેન્સર, ઓરલ કેન્સરની તપાસ વિનામૂલ્યે થાય છે આયુષ્માન કાર્ડ – આભા કાર્ડ કાઢી આપવામાં આવે છે

હાલ મોરબી અને વાંકાનેર નગરપાલિકાના શહેરી વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં પાંચ અને વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં એક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે.

જેમાં યુ.પી.એચ.સી. ગોકુલનગર, શનાળા બાયપાસ ગોકુલનગર શેરી નં.- ૧૯- ૨૦, યુ.પી.એચ.સી. વીસીપરા, વીસીપરા મેઈન રોડ, કરણ બરફના કારખાના પાસે, યુ.પી.એચ.સી. સો ઓરડી, જનાબા બાલમંદિર, વેલનાથ ચોક, નવા જિલ્લા સેવા સદન સામે, સો ઓરડી વિસ્તાર, યુ.પી.એચ.સી. લીલાપર રોડ, બ્રાહ્મણ સમાજની વાડી, પરસોતમ ચોક, વજેપર, યુ.પી.એચ.સી. વાવડી રોડ, આશા પાર્ક, વાવડી રોડ, યુ.પી.એચ.સી. વાંકાનેર મહાદેવનગર, રામકૃષ્ણ પ્રાથમિક શાળાની બાજુમાં, પંચાસર રોડ ખાતે વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી સુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ છે.

ઉપર જણાવ્યા અનુસાર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાજ્ય સરકારની વિવિધ યોજના મુજબની દરેક પ્રાથમિક સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં લેબોરેટરીમાં લોહી પેશાબના ૧૭ ટેસ્ટ મફત કરવામાં આવે છે. (HB,RBS, યુરીન, સુગર, આલ્બ્યુમીન, UPT, TLC, RBC, DLC, MP, ESR, HBSAG, BGRH, HIV TEST, ગળાફાની તપાસ વગેરે)

તેમજ સગર્ભા બહેનોને મફત માસિક અને ત્રિમાસિક તપાસ, રસીકરણ અને મમતા કાર્ડ બનાવી આપવામાં આવે છે. દર સોમવારે બાળકોને રસીકરણ મફતમાં કરવામાં આવે છે. OPD સવાર- સાંજ ચલાવવામાં આવે છે. NCD કાર્યક્રમ અંતર્ગત ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકોની આરોગ્ય તપાસમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશરની તપાસ અને સારવાર મફત કરવામાં આવે છે.

આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સર, ઓરલ કેન્સરની તપાસ કરવામાં આવે છે. આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ મફતમાં કાઢી આપવામાં આવે છે. સગર્ભા માતાઓને PMMVY યોજના અને નમોશ્રી યોજનાના નાણાકીય લાભ માટેના ફોર્મ ભરી આપવામાં આવે છે. ફેમીલી પ્લાનિંગની વિવિધ પદ્ધતિઓનો લાભ લાભાર્થીઓને વિના મુલ્યે આપવામાં આવે છે. જેમાં સ્ત્રી નસબંધી ઓપરેશન, પુરુષ નસબંધી ઓપરેશન, IUD, છાયાગોળી, અંતરાઈન્જેકશન, માલા ગોળી, નિરોધ વગેરે મફત આપવામાં આવે છે.

ઉપર મુજબના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકારની યોજના મુજબની સેવાઓનો મોરબી અને વાંકાનેરના શહેરીજનોને વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત- મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર