મોરબી આમરણ હાઇવે રોડ પર ટ્રક પાછળ બાઈક ઘુસી જતા યુવકનું મોત; એક ઇજાગ્રસ્ત
મોરબીના ખારચીયા ગામથી આમરણ તરફ જવાના નેશનલ હાઇવે રોડ ઉપર સાઈડમાં પાર્ક કરેલ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક પછળ બેઠેલ સગીરને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા ખારચીયા ગામે રહેતા રમેશભાઇ રેવાભાઈ બોપલીયા (ઉ.વ.૫૦) એ બજાજ કંપનીની ડિસ્કવર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૦-બીઈ-૧૭૫૦ ના ચાલક સાહીલ રમેશભાઈ બોપલીયા રહે. નવા ખારચીયા તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના કુંટુબીકભાઇ રમેશભાઇ કાનજીભાઇના દિકરા સાહીલે પોતાના હવાલા વાળુ બજાજ ડિસ્કવર મોટરસાયકલ રજીસ્ટર નં. GJ-10-BE-1750 વાળુ ખારચીયા ગામથી આમરણ ગામે હનુમાન જયંતી હોવાથી હનુમાનજી મંદિર ખાતે પ્રસાદી કરવાની હોય તે લેવા માટે ફરીયાદીના દિકરો આર્યન તથા સાહીલ એમ બન્ને જતા હતા ત્યારે સાહીલ બાઈક ચલાવતો હોય અને ફરીયાદિનો દિકરો પાછળ બેસેલ હોય ત્યારે રસ્તામાં નેશનલ હાઇવે રોડ ઉપર GJ-12-AT-8284 નુ ટ્રક કન્ટેનર રોડની સાઇડમાં પાર્ક કરેલ હોય તેની પાછળ ડ્રાઇવર સાઇડમાં આ સાહીલે પોતાના હવાલા વાળુ મોટરસાયકલ બેફિકરાઇ થી ચલાવી લાવી ભટકાડી એક્સીડન્ટ કરતા સાહીલને મોઢાના ભાગે તથા ડાબી બાજુ કાનની પાછળના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતા મોત નિપજેલ તથા ફરીયાદિના દિકરા આર્યન ઉ.વ.૧૬ વાળાને મોઢાના ભાગે ફેક્ચર ઇજા તથા માથાના ભાગે હેમરેજ ઇજા પહોચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
