Sunday, December 22, 2024

મોરબીનુ એરપોર્ટ જલ્દી શરૂ કરવા કાંતિલાલ ડી. બાવરવાની મુખ્યમંત્રીને રજૂઆત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સિરામિક ઉદ્યોગના માધ્યમથી દેશ તેમજ વિદેશના ઘણા સેન્ટરો સાથે જોડાયેલ હોવાથી મોરબીનુ એરપોર્ટ જલ્દી શરૂ કરવા કરવા બાબતે RGPRS ના પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત જો આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની આપી ચિમકી.

ગુજરાત RGPRSના પ્રમુખ કાંતિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષો થી મોરબીને એરપોર્ટ આપવાની લોલીપોપ આપવામાં આવે છે. દરેક ચુંટણી સમયે કઈકને કઈક કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવે છે. પણ ચુંટણી પૂરી થઇ જતાજ કામો ઠપ થઇ જાય છે. આમ આને ફક્ત ચુંટણી આવે ત્યારે જ યાદ કરવામાં આવે છે. એક ચુંટણી બાદ બીજી ચુંટણી અને આમ મોરબીની પ્રજાને લોલીપોપ આપીને મુર્ખ બનાવવામાં આવી રહ્યું હોય તેવું લાગે છે.

જે શહેરમાં આઝાદી પહેલા એરપોર્ટ હતું. ત્યાં હવે ફક્ત એરપોર્ટ કરવાના વાયદાઓ જ આપવામાં આવે છે. જે એરપોર્ટ મોરબીના મહારાજા દ્વારા કરવામાં આવેલ તે હવે ભારત સરકાર પણ કરી શક્તિ નથી? કેવી મોરબીની કમનશીબી છે.?

મોરબી સિરામિક ઉદ્યોગના માધ્યમ થી દેશ તેમજ વિદેશના ઘણા સેન્ટરો સાથે જોડાયેલું છે. ત્યારે જો જલ્દી એરપોર્ટ ચાલુ થાય તો હાલમાં મંદીમાં સપડાયેલ સિરામિક ઉદ્યોગને ઘણો મોટો ફાયદો થાય તેમ છે. તો આ એરપોર્ટનું કામ જલ્દી પૂરું કરાવીને વિમાન પ્રવાસ માટે ખુલ્લું મુકવામાં આવે તેવી RGPRSના પ્રમુખ કાંતિલાલ ડી બાવરવાએ માંગ કરી છે. જો આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર