Friday, January 10, 2025

મોરબી: આગામી 6 માર્ચે એલ.ઈ. કોલેજ ખાતે 13મુ ગોલ્ડ મેડલ ફંકશન યોજાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ મોરબી ખાતેથી તાજેતરમાં અભ્યાસ પુર્ણ કર્યો છે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પોતાના વિષયમાં કે બ્રાન્ચમાં ટોપ કર્યું છે તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવા આગામી તારીખ ૦૬ માર્ચ ૨૦૨૪, બુધવાર ના રોજ ૧૩ મા ગોલ્ડ મેડલ ફંકશનનું આયોજન કરવામાં આવેલ છે.

જેમ કે કોરોના મહામારીને કારણે અમુક વર્ષો દરમિયાન ગોલ્ડ મેડલ ફંકશન યોજાઈ શકયા ન હતા તેથી આ વર્ષે ૨૦૨૧, ૨૦૨૨અને ૨૦૨૩ એમ કુલ ત્રણ વર્ષ દરમિયાન પાસ થયેલા ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સાથે કોલેજ કેમ્પસમાં લેન્કો એલ્યુમિનિ એસોસિયેશનની નવી ઓફિસના ઉદ્ધાટન સમારોહનું પણ આયોજન કરવામાં આવશે.

તેમજ કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓને પોતાના જુના સહાધ્યાયીઓને ફરી મળવાનો, જુની વાતોને યાદોંને ફરી વાગોળવાનો અવસર છે તો ચાલો બધા ફરી મળીએ. કોલેજના એ યાદગાર દિવસો ફરી એક દીવસ માટે જીવીએ.

લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે જે લોકો મોરબી આવવા ઈચ્છુક છે તેઓ નીચે આપેલી લીંક પર આપનુ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSecbntwYJF_p9L-2CNYzN49GkQvQFOvAo_2omgpN9iMDUg-DA/viewform?usp=sf_link

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર