મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા સંકલન તેમજ આયોજનની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠક દરમિયાન મંત્રીએ આયોજન હેઠળના વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ ના વિવિધ કામોની સમીક્ષા કરી હતી. મંત્રીએ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, શક્ય હોય ત્યાં સુધી કોઈ કામ આગળ ન ખેંચાય તેની તકેદારી રાખે અને આગળ ખેંચેલા કામ સત્વરે પૂરા કરે. ઉપરાંત કોઈ કામ બદલવાની જરૂર પડે તો સત્વરે સક્ષમ અધિકારીની મંજૂરીથી કામ બદલી નાખે. મંત્રીએ પ્રગતિ હેઠળના, પૂર્ણ થયેલા તેમજ શરૂ ન થયેલા કામોની સમીક્ષા કરી જણાવ્યું હતું કે, સરકારની કોઈપણ ગ્રાન્ટ પેન્ડિંગ ન રહે તેની અધિકારીઓ ખાસ તકેદારી રાખે.
મોરબી જિલ્લામાં ખેડૂતોની જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો બાબતે મંત્રી જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિ કરી નાના ખેડૂતોને દબાવવાના પ્રયાસો કરતાં અસામાજિક તત્વોને બક્ષવાના નથી તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં મંત્રીએ જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પીજીવીસીએલ, ખેતી, આંગણવાડીઓ વગેરેની કામગીરીની સમીક્ષા કરી જિલ્લામાં થતા કામોમાં ગુણવત્તા જળવાય, તમામ કામો સામૂહિક જવાબદારીથી થાય અને મોરબી સાથે સમગ્ર ગુજરાત જીડીપીની સાથે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પણ આગળ વધે તે માટે યોગ્ય કામગીરી કરવા તમામ અધિકારી/કર્મચારીઓને જણાવ્યું હતું.
મોરબી જિલ્લા ક્ષય અધિકારી ડો.અજાણાના માર્ગદર્શન અનુસાર અને ટંકારા તાલુકા આરોગ્ય અધિકારી ડો.બાવરવાના સક્રિય પ્રયત્નો થકી ટંકારા તાલુકામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને બાલાજી પોલિપેક લધીરગઢના સહયોગ થકી ૪૦ જેટલા ટીબીના દર્દીઓને એક વર્ષ સુધી દતક લેવામાં આવ્યા છે. તેમજ તેઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય...
મચ્છુ-૩નું પાણી મનુષ્ય પશુ અને પંખીના સ્વાસ્થય માટે જોખમી
ચક્રવાત ન્યૂઝ દ્વારા હમણાં થોડા દિવસ પહેલા વિડિયો સાથે અહેવાલ રજૂ કર્યો હતો જેમાં ગોર ખીજડીયા ગામ પાસે આવેલી ધુતરી નદી જેનું પાણી મચ્છુ ડેમમાં જતું હોઈ છે ત્યાં બફર પડતો હોય એવા દ્રશ્યોનો અહેવાલ પ્રસારિત કર્યો હતો.
ધુતારી નદીના બરફ અને...