મોરબીમાંથી મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના સામા કાંઠે મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી વૃદ્ધનો કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ચોરી, લુંટફાટ, મારામારી જેવી ઘટનાઓ વધી રહી છે જાણે નાગરિકોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી ત્યારે હળવદ લક્ષ્મીનારાયણ ચોક જોષી ફળીયામાં રહેતા દીનેશભાઈ રણછોડભાઈ પાટડીયા (ઉ.વ.૬૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના સામા કાંઠે મહારાણા પ્રતાપ સર્કલ સુધિમિ ફરીયાદીનો નોકિયા કંપનીનો કિં રૂ.૭૦૦૦ વાળો મોબાઇલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.