ધારાસભ્ય દુર્લભજીભાઈનું રાજકારણ હાથીના દાંત જેવું ચાવવાના જુદા અને દેખાડવાનાજુદા?
મોરબી: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે હિન્દુ અસ્મિતા મંચ મોરબી સાથે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ખાતે દોડી ગયા હતા અને ન્યાયની ગુહાર લગાવી હતી. તો જ્યારે પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓની દિકરીઓ પર થયેલ અત્યાચાર મુદ્દે જ્યારે પાટીદાર સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવી ન્યાયની માંગણી કરી રહ્યા હતા ત્યારે ધારાસભ્ય દુર્લભજી દેથરીયા ગેરહાજર જોવા મળ્યા હતા.
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રીક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પર અત્યાચારોમા ભારે વધારો થયો છે જેને લઈને આજે હિન્દુ અસ્મિતા મંચ મોરબી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમા સાથે ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ જોડાયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચાર મુદ્દે અવાજ ઉઠાવી ભારત સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી છે.
ત્યારે દુર્લભજી દેથરીયા પર પાટીદાર સમાજના લોકો ટીકા કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે કેમકે આજથી આઠ- દશ મહિના પહેલા જ્યારે સુરતના એક કાર્યક્રમમાં મહિલા વક્તા કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓની દિકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી જેથી પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો તે સમયે પાટીદાર સમાજ દ્વારા ન્યાયની માંગણી કરી હતી અને મોરબી શહેરમાં રેલી યોજી હતી તેમજ મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કાજલ હિન્દુસ્તાની પર કાર્યવાહી કરવા માંગ કરી હતી અને મોરબીના બાપા સીતારામ ચોક ખાતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જે સમયે પાટીદાર સમાજને તેમના જ પાટીદાર નેતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ના સાથની જરૂર હતી ત્યારે તે હાજર રહ્યા ન હતા કે એક પણ વખત પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓની દિકરીઓને ન્યાય આપવામાં આવે તેવી એક પણ વાત કરી ન હતી અને આજે તે જ ધારાસભ્ય બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થય રહેલા અત્યાચાર અટકાવવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવવા દોડી ગયા હતા.
ત્યારે કાજલ હિન્દુસ્તાની દ્વારા કરેલ બફાટ શું દુર્લભજીભાઈને નહી દેખાણો હોય અને જો દેખાયો હતો તો કેમ પાટીદાર સમાજની દિકરીઓને ન્યાય ન અપાવ્યો શું પાટીદાર સમાજની દિકરીઓ હિન્દુની દિકરીઓ ન હતી શું તે ભારતીય ન હતી તો ક્યાં કારણોસર ધારાસભ્ય એક પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહ્યા અને આજે ન્યાયની ગુહાર લગાવી દોડી ગયા.
આપડે સમજી શકી છીએ કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બાબતે આવેદન આપવું જરૂરી છે પરંતુ તેટલું જરૂરી છે પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓની દિકરીઓની સાથે રહી ન્યાયમા જોડાવું પરંતુ દુઃખની વાત છે કે તે સમયે ધારાસભ્ય હાજર રહ્યા ન હતા.જેથી પાટીદાર સમાજના કેટલાક લોકો ધારાસભ્ય ની કામગીરી ને હાથીના દાંત જેવું કહી રહ્યા છે.