Sunday, November 10, 2024

મેરૂપર ગામે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના મેરૂપર ગામે ગેરકાયદેસર રીતે કબજો કરી આર્થિક ઉપજ મેળવીને પણ જમીન ખાલી ન કરતા ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ રહેતા નાનજીભાઈ સુદામાજી ભાટ્ટી (ઉ.વ.૫૭) એ આરોપી રમેશભાઈ ભુદરભાઈ પટેલ તથા મનસુખભાઈ ભુદરભાઈ પટેલ અને વિભાભાઈ રાહાભાઈ રબારી (ત્રણેય રહે. મેરૂપર) વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ નોંધાવી છે કે આરોપીઓએ હળવદ તાલુકાના મેરૂપર ગામની સરકાર ની જમીન સ.નં.૩૭૧/૧/પૈકી૧/પૈકી ૧ વાળી જમીન પર ગેર કાયદેસર રીતે કબજો કરી આર્થીક ઉપજ મેળવી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો કરેલ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ -૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર