Friday, March 7, 2025

બેલા ગામે 21મીએ પાવડીયારી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : બેલા ગામે આગામી તા. 21 ને મંગળવારના રોજ શ્રી પાવડીયારી મેલડી માતાજીનો નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો, મહંતો અને ભુવાશ્રીઓ પધારનાર હોય ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી તાલુકાના બેલા ગામે ધનાભાઇ ભગાભાઇ રબારી, શૈલેષભાઇ ધનાભાઇ રબારી અને મનસુખભાઇ ધનાભાઇ રબારી દ્વારા આગામી તા. 21-05-2024 ને મંગળવારના રોજ શ્રી ભગાબાપાની પાવડીયારી મેલડી માતાજીનો નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં વડવાળા મંદિર દુધરેજ ધામના મહંતશ્રી કનીરામબાપુ, વડવાળા મંદિર દુધઈ ધામના મહંતશ્રી રામબાલકદાસબાપુ અને આપા જાલાની જગ્યા મેસરીયા ધામના મહંતશ્રી બંસીદાસબાપુ સહિતના સંતો-મહંતો અને ભુવાશ્રીઓ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. આ પ્રસંગે સાંજે 4 થી 6 વાગ્યા સુધી સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે અને સાંજે 6 વાગ્યે પટેલ સમાજની વાડી સામે પંચવટીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રાત્રે 9 કલાકથી ડાક કલાકાર ભરતભાઈ કુંઢીયા ડાકની રમઝટ બોલાવશે જેથી આ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર