ટંકારા તાલુકાના મેઘપર(ઝાલા) ગામે આવેલ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બાળકોમા રહેલ સુષુપ્ત શક્તિઓ પિલાવવા માટે તેમજ બાળકોમા સર્જનાત્મક ગુણ વિકસે તેમજ બાળકોમા સકારાત્મક અભિગમ વિકસે માટેના હેતુથી આ બાળમેળાનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત મેઘપર(ઝાલા) પ્રાથમિક શાળાના ૧ થી ૫ ધોરણના બાળકો ને કલરપુરણી, ચિત્રકામ , અભિનય , વેશભૂષા, કાગળકામ, ક્રાફટ વર્ક વગેરે જેવી વિવિધ લક્ષી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
ત્યારે ૬ થી ૮ ધોરણમા અભ્યાસ કરતા બાળકોને લાઇફ સ્કીલના ધોરણે જીવન ઉપયોગી કાર્યોને સરળ બનાવવા પંચર કરવું, કુકર ખોલવું, વીજળી નો ફ્યુઝ બાંધવો, સ્કૃ લગાવવો, ફાયર ના બાટલા ને કઈ રીતે ઉપયોગમાં લેવો તેમજ છોકરીઓને હેર સ્ટાઇલ, મહેંદી , પેપર બેગ બનાવવી, વગેરે જેવી જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ એ ભરપૂર આનંદ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં શાળાના દરેક શિક્ષકો એ બાળકમાં રહેલ સર્જનાત્મક શક્તિને બહાર લાવવા માટે તેમજ બાળકોનો ઉત્સાહ વધારવા માટે તત્પરતા દાખવી.