મેડીકલના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે કામ ચલાઉ ધોરણે મેડીકલ કોલેજ તેમજ હોસ્ટેલ શરૂ કરવા ચક્રો ગતિમાન- બ્રિજેશભાઈ મેરજા
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના સઘન પ્રયાસોથી મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મેડીકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે. જે સત્વરે શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોરબી ખાતે મંજૂર થયેલી મેડીકલ કોલેજનું ટેન્ડર બહાર પડી ગયું છે જેનું ટૂંક સમયમાં ભૂમિપૂજન પણ થનાર છે. પરંતુ તે પહેલા મેડીકલના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ હાલ કામ ચલાઉ ધોરણે ગિબ્સન મિડલ સ્કુલ ખાતે શરૂ કરવાનું આયોજન કર્યું છે. જે અન્વયે મેડીકલ સ્ટુડન્ટ્સને રહેવા માટે હોસ્ટેલની પણ આંતરિક વ્યવસ્થા સામાકાંઠે એલ.ઈ.કોલેજની હોસ્ટેલમાં કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત મોરબી સિવીલ હોસ્પિટલમાં બેડમાં વધારો કરવા તેમજ મેડીકલ કોલેજની તમામ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા કલેક્ટર જે.બી. પટેલ, મોરબી સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. પ્રદીપ દુધરેજીયા, મેડીકલ કોલેજના બાંધકામ ઈજનેર નાથાણીને તાકીદ કરી હતી. આ ઉપરાંત મંત્રીએ કલેક્ટરને મેડીકલ કોલેજ માટે વધુ જમીન ફાળવવા પણ સુચના આપી હતી જેથી ભવિષ્યમાં વધુ સુચારૂ વ્યવસ્થા તેમજ આયોજન થઈ શકે.
આ બેઠકમાં કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતા મેર, નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, મોરબી સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. પ્રદીપ દુધરેજીયા, મેડીકલ કોલેજના બાંધકામ ઈજનેર નાથાણી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર કે.એન.ઝાલા, એલ.ઈ.કોલેજના આચાર્ય અને સિવીલ એન્જીનીયર સહિતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબીના સામાજીક, સેવાકાર્યોને બિરદાવી મોમેન્ટો સાથે સંસ્થાના સભ્યોને સન્માનિત કરાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી સ્થિત મહિલાઓ દ્વારા સ્થાપિત અને સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનેક પ્રકારના શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય...
આગામી 13 એપ્રિલથી 16 એપ્રિલ દરમિયાન દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહેલા દેશના સૌ પ્રથમ પ્રીમિયમ ઇન્ટરનેશનલ બિલ્ડિંગ મટીરિયલ્સ એક્ઝિબિશન ‘વાયબ્રન્ટ બિલ્ડકોન 2025’ ને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ એક્ઝિબિશનને લઈને આયોજકો અને આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહેલા એક્ઝિબિટર્સમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા...
મોરબી શહેરમાં આવેલ હેવી ટ્રાન્સમીટરની ફરતે લોખંડની ગ્રીલ લગાવવામાં આવે અને ખુલ્લી ફ્યુઝ પેટીમાં ઢાંકણા લગાવવામાં આવે જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે મોરબી શહેર પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી દ્વારા લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા...