મયુરનગરી કા રાજાના આયોજક વિરૂદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી શહેરમાં ગણેશ વિસર્જન માટે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગાઇડ લાઇન જાહેર કરી ગણેશ મહોત્સવનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાં “મયુરનગરી કા રાજા” ના આયોજક દ્વારા જાહેરનામા નો ભંગ કરી મચ્છુ -૦૩ ડેમમાં ગણેશ વિસર્જન કરવા બદલ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ બસ ઇન્સ્પેકટર દ્વારા આરોપી “મયુરનગરી કા રાજા” ના આયોજક વિશ્વાસભાઈ વલ્લભભાઈ ભોરણીયા રહે. વિશ્વાસ પેલેસ સ્વસ્તિક સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ શનાળા રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીને ગણેશ મુર્તિ વિસર્જન અંગે સરકારી તંત્ર દ્બારા નકકી કરેલ ગાઇડ લાઇન મુજબ ગણેશ મુર્તિનુ વિસર્જન કરવાનુ હોવાની તેમજ મોરબી જુની આર.ટી.ઓ. કચેરી પાસે મચ્છુ નદિ ઉપર આવેલ મચ્છુ-૩ ડેમ ખાતે કુદરતી જળાશય કે જે જળ સિંચાઈ તથા પિવાના પાણી તરીકે ઉપયોગ માટે લેવાતુ હોવાનુ જાણતા હોવા છતા તે જગ્યાએ ખાનગી ક્રેન બોલાવી પોતાની મનસુફી મુજબ ગણપતીની મૂર્તિનું વિસર્જન કરી જળમાં રહેતા જીવજંતુ તથા માછલી તેમજ મનુષ્યની જીંદગી જોખમાય તથા આરોગ્ય ને નુકશાન થાય તેવુ કૃત્ય જાણી જોઈને કરી તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હોવાથી આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.