Saturday, December 21, 2024

માથક શાળામાં આપત્તિ સામે સ્વબચાવ માટે ની મોકડ્રીલ કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિદ્યાર્થીઓમાં આપત્તિ સામે સ્વરક્ષણની જાગૃતિ આવે તેમજ બીજાને પણ મદદ કરી શકે તે માટે  માથક પે.સેન્ટર શાળામાં મોકડ્રીલ કરવામાં આવી.

શાળામાં આવતા વિદ્યાર્થીને આપત્તિ સામે રક્ષણ મેળવવા માટે તાલીમબદ્ધ કરવામાં આવે તો ભવિષ્ય માં આવતી આપત્તિ સામે પોતે તેમજ બીજાને બચાવી શકે છે. વિદ્યાર્થીને ભૂકંપ વખતે મોટા પાટિયા નીચે કે ખૂણામાં ઉભો રહી જવું અથવા તો ખુલ્લા પટમાં જતા રહેવાની તાલીમ આપી. પૂર આવે તો ઉચાણવાળા સલામત સ્થળે પાકા મકાનમાં ખસી જવું. વાવાઝોડા વખતે કાચા મકાન કે પતરાવાળા મકાન ને બદલે પાકા મકાનમાં આશરો લઈ લેવો. આગ લાગે ત્યારે પાણીની અને પાવડરની ફાયર બોટલ વિશે સમજ આપી. આગ લાગે ત્યારે પાણીની બોટલનો ઉપયોગ કરતા શીખવ્યું. જ્યારે ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થાય ત્યારે પાવડર ફાયર બોટલથી તેને બંધ કરવાનો લાઈવ ડેમો આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓને આપત્તિ પહેલા, આપત્તિ સમયે અને આપત્તિ બાદ માં શું ધ્યાન રાખવી તે બાબત ની સમજ આપવામાં આવી. આપત્તિ સમયે ગભરાવું નહીં, ખોટી અફવા ફેલાવી નહીં તેમજ ટીવી, રેડીયો દ્વારા અપાતી સૂચનાનું પાલન કરવું.વિશેષ પ્રકારની શાયરન વગાડી વિધાર્થી નિશ્ચિત સ્થળે એકઠા થઇ સ્વબચાવ અંગેની મોક ડ્રીલ કરવામાં આવી.

સાવચેતી એ જ સલામતી એ ન્યાયે મોકડ્રીલનું  માર્ગદર્શન અને આયોજન  શિક્ષક કલ્પેશભાઈ અને મનદીપભાઈએ કરેલ. આચાર્ય વાઘેલા અમરશીભાઈએ પ્રોત્સાહન આપ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર