મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના માથક સીઆરસી કક્ષાનો માથક પે સે શાળા ખાતે બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023 યોજાયો. જેમાં સીઆરસી માં સમાવિષ્ઠ 12 પ્રાથમિક શાળાઓ નાં વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ કરવામાં આવેલ મોડલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી હતી.
આ તકે હળવદ બીઆરસી કો ઓર્ડીનેટર મિલનભાઈ પટેલ બીઆરપી નિપુણ હરદેવસિંહ પરમાર દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવા માટે માથક પે સે શાળાની મુલાકાત લેવામાં આવી. તમામ બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક પુરસ્કાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તકે માથક પે સે શાળા દ્વારા ફિટનેશ વોટરપંપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ તમામ આયોજન માથક સીઆરસી કો ઓર્ડીનેટર રાવલ અરૂણભાઈ અને માથક પે સે શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુ શાસ્ત્રોમાં કુંભ મેળાને 'અમરત્વનો મેળો' કહેવામાં આવ્યો છે. એટલા માટે કુંભ મેળામાં, લાખો ભક્તો આ પવિત્ર સ્થળે સ્નાન કરવા માટે આવે છે જેથી તેઓ પોતાના આત્માને શુદ્ધ કરી શકે. મહાકુંભમાં, વિશ્વભરના સંતો, ઋષિઓ અને ભક્તો પવિત્ર ડૂબકી લગાવે છે. કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ છે.
13 જાન્યુઆરી 2025...
મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર આગ્નેશ્વર મહાદેવના મંદિર પાસે આર્થિક સંકડામણથી કંટાળી ઝેરી દવા પી લેતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના નવી પીપળી ધર્મગંગા સોસાયટીમાં રહેતા અભયભાઈ બાલાશંકર દવે (ઉ.વ.૪૮) ના પોતાના ધંધા વેપાર બરાબર ચાલતો ન હોય જેથી આર્થિક સંકડામણથી કંટાળી મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર આગ્નેશ્વર મહાદેવના...
રાજ્યમાં દર વર્ષે તારીખ ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન અંતર્ગત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ ૫૭ અબોલ જીવોની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૦૭ પક્ષી, ૩૫ કુતરા, ૧૧ ગાય, ૦૪ બિલાડીની સારવાર કરવામાં આવી...