મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના દરવાજાના રીપેરીંગ કામ અર્થે તા.૧૨/૦૫/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી મચ્છુ-૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેથી મચ્છુ-૨ ડેમ અને મચ્છુ-3 ડેમની હેઠવાસમા આવતા
માળીયા તાલુકાના (૧)વીરવદરકા (૨)દેરાળા (૩)નવાગામ (૪)મેધપર (૫)હરીપર (૬)મહેન્દ્રગઢ (૭)ફતેપર (૮)સોનગઢ (૯)માળિંયા (મી) (૧૦) રાસંગપર (૧૧) ફાટસર ગામોનો સમાવેશ થાય છે તથા મોરબી શહેરમા મયુર બ્રીજ પાસેના બેઠા પુલ પરથી તેમજ નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે જાહેર ચેતવણી સંદેશ આપવામા આવી છે
મોરબી શહેરમાં નવો એસટી ડેપો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ ખર્ચો જાણે પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે એસટી બસ સ્ટેન્ડમાં આવેલ એક સૌચાલય રીપેરીંગ કામથી બંધ છે તો બીજા પુરુષ સૌચાલયમા પાણીના ખાડા ભરાઈ ગયા છે અને એક ટોયલેટ પણ બંધ હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો...
મોરબી શહેરમાં સફાઈ અને ભૂગર્ભ પ્રશ્નનો હલ કરવા કલેકટર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જે અન્વયે 6 નાયબ મામલતદાર અને 10 ક્લાર્ક-તલાટીઓને શહેરની સફાઈ વ્યવસ્થા ઉપર ચાંપતી નજર રાખવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેરને સ્વચ્છ બનાવવાની વાત કરવામાં આવી હતી....
મોરબીના કાલિકા પ્લોટમાં સાઈન્ટીફીક રોડ નાલા પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા...