Wednesday, October 30, 2024

મર્જના નામે 5612 સરકારી શાળાઓને તાળાં મારવા તૈયારી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શિક્ષણ વ્યવસ્થા સુધારવાના બદલે ખાનગી શાળાઓમાં બાળકોને ધકેલવાની સરકારી નીતિ

1657 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક, 14652 શાળાઓ માત્ર એક વર્ગખંડમાં ચાલે છે

ગુજરાતમાં દિવસે દિવસે શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સરકારી શાળાઓમાં સારી શિક્ષણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના બદેલ મર્જરના નામે સરકારી શાળાઓને તાળા મારવાની નીતિ અપનાવાઈ છે.

અગાઉ ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ બંધ કરાયા બાદ હવે રાજ્યમાં મર્જરના નામે ૫૬૧૨ સરકારી શાળાઓને તાળા મારવાનો તખતો ઘડાતા લોકોએ કરજિયાત ખાનગી શાળાઓમાં જ ભણાવવા પડે અને ખાનગી શાળાઓની મોનોપોલી સર્જાષ તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

સારૂ શિક્ષણ મેળવી ઉમદા જીવન બનાવવાનું સ્વપ ભાજપે રોળી નાખ્યું છે. ભાજપ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણુંક નથી કરતી રાજ્યની ભાજપ સરકાર ૩૮ હજાર સરકારી શાળાઓમાંથી ૫૬૧૨ સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ અને બંધ કરવાનું આયોજન કરી રહી છે.

રાજ્યમાં ૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ગ્રાન્ટેડ પ્રાથમિક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓએ શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. પૂર્વ પટ્ટી-આદિવાસી વિસ્તારમાં ૩૫૩ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં ૧૬૫૭ સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ૩૪૧ શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડામાં ચાલે છે.

રાજ્યમાં ૧૪૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે. ગુજરાતભરની ૩૩૫૩ સ્કુલોમાં ૧૦૬૯૮ ઓરડાઓ જર્જરિત છે. ગુજરાત રાજ્યની ૩૧ ટકા સરકારી સ્કૂલોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં ૩૨૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબાસમયથી ખાલી છે. આવી સ્થિતિમાં શાળાઓનું સ્તર અને શિક્ષણ વ્યવસ્થા સુધારવાના બદલે શાળાઓને તાળા મારવાની પેરવી કરવામાં આવી રહી છે.

બીજી તરફ, ટેટ- ટાટ પાસ થયેલ ૫૦૦૦૦ હજાર જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપન જાઈ રહ્યા છે. ગેરબંધારણીય ગેરકાયદેસર કરાર આધારિત, જ્ઞાન સહાયક યોજના દ્વારા ગુજરાતના હજારો ટેટ-ટાટ પાસ શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર