Friday, September 27, 2024

ઘોડીપાસાનો જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડતી હળવદ પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદના વિશ્વાસ પાર્ક માં હસમુખ દલવાડી ના ઘરે ચાલતા ઘોડીપાસાના જુગારધામ પર હળવદ પોલીસનો દરોડા 8 શખ્સો ઝબ્બે


મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે હળવદ ના નવ નિયુક્ત પી.આઇ એમ.વી.પટેલ એક્શનમાં મોડમાં આવતાં હળવદના કન્યા છાત્રાલયની બાજુમાં આવેલા વિશ્વાસ પાર્કમાં હસમુખભાઈ ખીમજીભાઈ ચાવડા ( દલવાડી ) ના મકાનમાં ઘોડીપાસાનો જુગાર રમતા આઠ શખ્સોને 1.53 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ તા.16 ની મોડી રાત્રીના હળવદ કન્યા છાત્રાલય ની બાજુમાં આવેલ વિશ્વાસ પાર્ક સોસાયટીમાં રહેતા હસુભાઈ ખીમજીભાઈ દલવાડી પોતાના ઘરે ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે હળવદ પીઆઇ એમ.વી.પટેલ, સી.એસ.કડાવતર, બીપીનભાઈ પરમાર, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, ગંભીરસિહ ચૌહાણ, રામદાન ટાપરીયા, સહિતનો કાફલો અચાનક મોડીરાત્રીના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ માં છાપો મારતાં જુગાર રમી રહેલા હસમુખ ખીમજીભાઈ દલવાડી રેવિશ્વાસ પાર્ક સોસાયટી હળવદ, શામજીભાઈ ઉફે.ભીખો ભાવજીભાઈ કોળી રહે.વાંકાનેર, મુસ્તાકભાઈ સબીર ભાઈ નોકર જાતે મુસ્લિમ હળવદ, વિકીને ઉર્ફે વીકી જશુભાઈ શાહ , રહે.લક્ષ્મી લોજ પાસે હળવદ, રણછોડભાઈ મેહુલ ભાઈ ભરવાડ.રહે હળવદ, અલ્પેશ ઉર્ફે અપુ વજાભાઈ ભરવાડ રહે હળવદ, મેહુલ રમણીકભાઈ ગોઠી.રહે હળવદ, નિલેશ રમણીકભાઈ ગોઠી.રહે હળવદ કુલ 8 શખ્સોને 1,27,730 રોકડા મોબાઈલ નંગ 4 કીમતરૂપિયા 25,500 / હજાર કુલ મુદામાલ1,53,230 ઝડપી પાળી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર