મોરબીમાં યુવકને એક શખ્સે લાકડાના ધોકા વડે ફટકાર્યો
મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ સોગો સિરામિક સામે, ભીંડજન હનુમાનજી મંદિરે યુવક દર્શન કરવા ગયેલ ત્યારે એક શખ્સે મંદિરે દર્શન કરવા આવવાની ના પાડતા યુવક અને શખ્સ વચ્ચે બોલાચાલી થયેલ અને યુવકને શખ્સે ગાળો આપી લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમા અંબિકા સોસાયટી, મધુવન સોસાયટીની પાસે, જુના ઘુંટુ રોડ, ત્રાજપરમા રહેતા સત્યજીતભાઈ ગોવિંદભાઈ માંડલ (ઉ.વ.૩૫) એ આરોપી રમેશભાઈ મગનભાઇ ટીંડાણી રહે. ત્રાજપર તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૯-૨૦૨૩ ના રોજ બપોરના આશરે ચારેક વાગ્યાના અરસામાં ફરીયાદી ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરવા માટે ગયેલ ત્યારે આરોપી રમેશભાઇ ટીંડાણીએ મંદિરે દર્શન કરવા આવાની ના પાડતા ફરીયાદી અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલ અને આરોપી રમેશભાઇએ ફરીયાદીને ગાળો બોલી ડાબા હાથે લાકડાનો ધોકો મારી ફેકચર જેવી ઇજા કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર સત્યજીતભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૩૨૫ ૫૦૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૨)(૫-એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.