માનસિક બિમાર અને બહેરાશ ધરાવતા વૃદ્ધાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવતી એલ્ડર લાઈન, સખી વન સ્ટોપ સેન્ટર અને શી ટીમ
ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર અને શી ટીમે જહેમત ઉઠાવી મહિલાનું કાઉન્સિલીંગ કર્યું
મોરબી: મોરબીમાં માનસિક બિમાર અને બહેરાશ ધરાવતા ૭૭ વર્ષના વૃદ્ધ મહિલા જેશર, જિલ્લો ભાવનગરથી ગત તા. ૬ જૂનના રોજ મોરબી આવી ગયા હતા. રાત્રે ૮ કલાકે મોરબી બસ સ્ટેન્ડથી મળી આવતા ૧૮૧ મારફતે સખી વન સ્ટોપ મોરબી ખાતે લાવવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે વૃદ્ધાનું કાઉન્સિલીંગ કરાતા તેઓ સાંભળી શકતા નથી તેવી ખબર પડી હતી. પરંતુ વૃદ્ધાને વારંવાર કાઉન્સિલીંગ કરતાં તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, તેઓને ૨ દીકરા છે જે સુરત ખાતે રહે છે.
એલ્ડર હેલ્પલાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા તેમના દીકરાઓનો સંપર્ક કરી તેમને બોલાવવામાં આવ્યા હતા. જે અન્વયે આજરોજ તા. ૦૮/૦૬/૨૦૨૩ ના રોજ સવારે મહિલા SHE team અને સખી વન સ્ટોપ સેન્ટર-મોરબીને સાથે રાખી વૃદ્ધાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું. પરિવારે સૌનો આભાર માન્યો હતો.