માનસીક અસ્થિર વ્યક્તિને પોતાના પરીવાર સાથે મીલન કરવાતી ટંકારા પોલીસ
ટંકારા: ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટંકારા પોલીસ જનરલ નાઇટ રાઉન્ડમા હતા ત્યારે છત્તર ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમા હતા દરમ્યાન માનસીક અસ્થીર વ્યક્તિ રોડ ઉપર ચાલીને નિકળતા જેને રોકી યુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરતા જવાબ ના અંતે પોતે જણાવેલ કે, પોતે ત્રંબા ખાતે માનવ મંદીર (મંદ બુધ્ધીની વ્યક્તિઓનુ ગ્રુહ સ્થળ) થી પોતે નીકળી ગયેલનુ જણાવતા આ બાબતે માનવ મંદીર ત્રંબાનો સંપર્ક કરી અને ફોટો વોટસએપ મારફતે સંચાલકને મોકલી ખરાઈ કરતા જાણવા મળેલ કે,
આ મંદબુધ્ધીની વ્યક્તિનુ નામ સતીષભાઈ દયાળજીભાઈ ભાનુશાલી ઉ.વ-30 (મંદબુધ્ધી) નો વ્યક્તિ રહે- ભુજ નીતી ચોક, ભાનુશાલી ફળીયુ વાળો માનવ મંદીર ખાતેથી કોઇને કંઇ કહ્યા વગર નીકળી ગયેલ હોવાનુ જણાવેલ અને તેમની પાસેથી આ વ્યકિતના રહેઠાણનુ સરનામું મેળવતા તેના પિતા હયાત ન હોવાનુ જણાયેલ અને તેના માતા નર્મદાબેન દયાલનીભાઈ ભાનુશાળી ઉ.વ- ૬૦ રહે-ભુજ નીતીચોક વાળાના મોબાઈલ નંબર- ૯૭૧૪૧ ૭૮વરવ ઉપર વાતચીત કરતા પોતે જણાવેલ કે પોતાનો દીકરો માનસીક અસ્થીર હોય અને ત્રંબા માનવ મંદીર (મંદ બુધ્ધીની વ્યક્તિઓનુ ગ્રુહ સ્થળ) ખાતે સારવાર માટે રાખેલ હોય અને ત્યાંથી નીકળી ગયેલ હોય જે અંગે ત્યાંના સંચાલકોએ તેઓને પણ ફોન કરી જાણ કરેલ હોવાનુ જણાવેલ હોય જેથી તેઓને તેમનો માનસીક અસ્થીર પુત્ર પોલીસને મળયા અંગેની જાણ કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આવવાનુ જણાવેલ અને તેઓ આવી જતા તેઓને તેમનો માનસીક અસ્થીર પુત્ર સોપી આપેલ.