હળવદ: મંગળપુર ગામે યુવકનું UPI સ્કેન કરી 45 હજારથી વધુની છેતરપીંડી
હળવદ: રાજકોટના એક શખ્સે ફેસબુકની ખોટી આઇડી બનાવી આ આઇ.ડી. પર મોબાઇલ વેચવાની પોસ્ટ મુકી હળવદ તાલુકાના મંગળપુર ગામના યુવકને વિશ્વાસમાં લઈ યુવકના સાથી વિપુલભાઈ પાસેથી ટેક્સી ભાડાની ડીપોઝીટ ભરવા પેટે તેમનું UPI સ્કેનર મેળવી રૂ. ૪૫,૫૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી આઇફોન -15 પણ વિપુલભાઈને નહીં આપી છેતરપીંડી કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મંગળપુર ગામે રહેતા મયુરભાઈ ગીરધરભાઇ ઉડેશા (ઉ.વ.૨૪) એ આરોપી જયદિપ વિઠલભાઈ ઝાલા રહે. રાજકોટવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી જયદિપ વિઠલભાઇ ઝાલાએ પોતાના મોબાઇલ ફોન નંબર- ૯૩૧૩૦૬૨૪૭૧ ઉપર ફેસબુક એપ્લીકેશનમા “Jayubha Zala” નામની ખોટી આઇ.ડી. બનાવી આ આઇ.ડી ઉપર મોબાઇલ ફોન વેચવાની પોસ્ટ મુકી પોતાની ફેસબુક આઇ.ડી. ખોટી હોવાનુ જાણવા છતા ફરીયાદીને વિશ્વાસમા લઇ સાહેદ વિપુલભાઇ ભીમાણી નામના વ્યક્તિ પાસે ટેક્સીના ભાડાની ડિપોઝિટ ભરવા પેટે તેમનુ UPI સ્કેનર મેળવી તેમા ફરીયાદી પાસે આઇફોન-15 ના રૂપીયા ૪૫,૫૦૦/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવડાવી આઇફોન-15 ફરીયાદીને નહિ આપી આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.