Friday, December 27, 2024

ચા કરતાં કીટલી ગરમ: લવર મૂછીયા યુવાને પોતાની કાર પુરઝડપે ચલાવી pgvcl નાં અધિકારીની કાર સાથે ભટકાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકાના લજાઈ ગામે પાસે આવેલ કમફર્ટ હોટલ સામે માનવ પ્રશાંતભાઈ વઘાડીયાનાં યુવકે પોતાની કાર ગફલત ભરી રીતે ચલાવી જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર પી.જી.વી.સી.એલ રાજકોટનાઓની ગાડીને પાછળથી ઠોકર મારી નુકશાન કરી અધિકારી સાથે ગેર વર્તુંણક કરતો હોવાથી આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી જી.ઈ.બી ક્વાર્ટરમાં રહેતા અને નોકરી કરતા જયેશગીરી ચંદ્રકાંતગીરી ગોસ્વામીએ આરોપી એક્સીડન્ટ ગાડી રજીસ્ટર નંબર – જી.જે.-૦૩-જે.સી. -૧૮૮૮ ના ચાલક માનવ પ્રશાંતભાઈ વઘાડીયા રહે. મોરબીવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮-૦૨-૨૦૨૪ ના રોજ આરોપી પોતાના હવાલાવાળી ફોરવ્હીલ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટર પી.જી.વી.સી.એલ રાજકોટનાઓની ગાડી રજી નંબર- જી.જે.૦૩.સી.ઈ.૮૭૨૨ વાળાને પાછળથી ભટકાડી ગાડીમા નુકશાન કરી આરોપી પાસે લાયન્સનુ પુછતા લાયસન્સ પણ ન હતું અને આરોપી અધિકારી સાથે ગેર વર્તુંણક કરતો હતો જેથી ભોગ બનનાર જયેશગીરીએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯ એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૩-૧૮૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર