બોલિવૂડની જાણીતી અને સુંદર અભિનેત્રી મલ્લિકા શેરાવત ફિલ્મો સિવાય પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સ બનાવી રહી છે. હવે તેણે પોતાની ફિલ્મી કારકિર્દી વિશે વાત કરી છે. તેણે બોલિવૂડ સ્ટારકિડ્સ વિશે પણ મોટું નિવેદન આપ્યું છે. મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે તેણે હંમેશા ફિલ્મોમાં કામ માટે ઓડિશન આપ્યું છે. મલ્લિકા શેરાવતે કહ્યું, “મેં કામ મેળવવા માટે ઓડિશન આપ્યું છે.ઓડિશન આપ્યા વિના ક્યારેય કોઈ ફિલ્મનું કામ હું મેળવી શકી નથી. જેકી ચેને પણ મને તેની ફિલ્મમાં લેતા પહેલા ઘણી અભિનેત્રીઓનું ઓડિશન લીધું હતું. ઓડિશન લેવાની આ પ્રક્રિયા હંમેશાં રહેતી હતી, પરંતુ મને નથી લાગતું કે સ્ટાર કિડ્સ સાથે પ્રક્રિયાનું કડક પાલન કરવામાં આવતું હોય’ મલ્લિકા શેરાવત હાલ પોતાની ફિલ્મ Rk/RKay માટે હેડલાઇન્સ બનાવી રહી છે. આ ફિલ્મ તાજેતરમાં અમેરિકામાં રિલીઝ થઈ છે. ફિલ્મ Rk/RKay નું દિગ્દર્શન રજત કપૂરે કર્યું છે. આ ફિલ્મમાં પોતાનો અનુભવ શેર કરતાં મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે ‘આ વખતે જ્યારે રજતએ ફિલ્મ માટે મારો સંપર્ક કર્યો ત્યારે તેણે મારા આખા લુકનું ટેસ્ટિંગ અને સ્ક્રીન ટેસ્ટિંગ કર્યું હતું અને મને કહ્યું હતું કે જો હું આ રોલ માટે ફિટ નહીં હોઉં તો મને આ ફિલ્મમાં લેવામાં નહીં આવે ‘ મલ્લિકા શેરાવતના આ નિવેદનની ઘણી ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે મલ્લિકા શેરાવત હાલમાં બોલિવૂડ ફિલ્મોથી દૂર છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ખ્વાઈશ ફિલ્મથી કરી હતી. ત્યારબાદ તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને દર્શકોના દિલ જીતી લીધા છે. મલ્લિકા શેરાવત ફિલ્મ મર્ડર, પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ, શાદી સે પહેલે, વેલકમ અને ડર્ટી પોલિટિક્સ સહિતની અનેક ફિલ્મોથી ચર્ચિત રહી હતી. તેની ફિલ્મો હંમેશા દર્શકોને પસંદ આવી છે.