માળિયાથી જખરીયા વાંઢ તરફ જતા રોડ પરથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો
માળિયા (મી): માળીયાથી જખરીયા વાંઢ તરફ જતા રોડ ઉપર આવેલ પવનચક્કીથી થોડા આગળ રોડની સાઇડે બાવળની કાંટ્ પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયાથી જખરીયા વાંઢ તરફ જતા રોડ ઉપર આવેલ પવનચક્કીથી થોડા આગળ રોડની સાઇડે બાવળની કાંટ્ પાસેથી આરોપી રજાકભાઇ બાવલાભાઇ જામ ઉ.વ.૩૩ રહે. ઝીંઝુડા, પ્લોટ વિસ્તાર, ગરીબનગર તા.જી. મોરબીવાળાએ ગેરકાયદેસર રીતે રાખેલ દેશી બનાવટની જામગરી બંદુક (હથિયાર) નંગ -૦૧ કિં રૂ. ૨૦૦૦ નાં મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી),એ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.