માળીયા (મીં) માંથી 3 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા મીયાણા ટાઉન વિસ્તારની માલાણીશેરીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો ૩ કિલો ૯૩૦ ગ્રામના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી પોલીસને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે આરોપીએ માળિયામા માલાણીશેરી સંધવાણીવાસ પોતાના કબજા ભોગવટાવાળા રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે જઇ આરોપીના રહેણાંક મકાનમાં ઝડતી તપાસ કરતા રહેણાંક મકાનમાંથી ગાંજો ૩ કિલો ૯૩૦ ગ્રામ કિં રૂ. ૩૯,૩૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ.૪૪,૩૦૦ નાં મુદામાલ સાથે આરોપી વલીમોહમદ શેરમોહમદ મોવર ( ઉવ.૨૧) રહે. માલાણીશેરી સંધવાણીવાસ માળીયા તા.માળીયા જી.મોરબી મુળ રહે. જુના હંજીયાસર તા.માળીયા જી.મોરબીવાળાને ઝડપી પાડી એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.