માળીયાના વવાણીયા ગામે મૈયતમા ગયેલ મહિલા પર ચાર શખ્સોનો હુમલો
માળીયા તાલુકાના વવાણીયા ગામે મહિલા સમાજની રૂએ મૈયતમા જતા જે આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ મહિલાને માર મારતાં આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં પ્રકાશ કારખાના સામે મદીના સોસાયટીમાં રહેતા અમીનાબેન દાઉદભાઈ બુચડ (ઉ.વ.૫૦) એ આરોપી જાકુબ નુરમામદભાઇ ભટ્ટી, સલીમ નુરમામદભાઇ ભટ્ટી, રફીક નુરમામદભાઇ ભટ્ટી, સબ્બીર જુસુબભાઇ ભટ્ટી રહે. બધા વવાણીયા ગામ તા. માળીયા(મી)વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓ સાથે બોલાચાલીનો સબંધ ન હોય અને આરોપીઓના સબંધીમા મૈયત થતા ફરીયાદી સમાજની રૂએ મૈયતમા જતા જે આરોપીઓને સારૂ નહીં લાગતા આરોપીઓ ભેગા મળી ફરીયાદી સાથે ગમે તેમ બોલાચાલી કરી ફરીયાદીને ઝાપટ મારી ધક્કો મારતા ફરીયાદી નિચે પડતા માથાના ભાગે ઇજા થયેલ તેમ જ આ કામના આરોપીઓએ ફરીયાદીને ભુંડી ગાળો બોલી ઢીકા પાટુનો મુંઢ માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.