માળીયાના વાગડીયા ઝાંપા પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો
માળીયા (મી): માળીયાના વાગડીયા ઝાપા પાસે આવેલ એબનશાપીરની દરગાહ સામે ઓરડી નજીકથી હાથ બનાવટી દેશી તમંચા સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયાના વાગડીયા ઝાપા પાસે આવેલ એબનશાપીરની દરગાહ સામે ઓરડી નજીકથી દેશી હાથ બનાવટી તમંચો (હથિયાર) નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી લતીફ હૈદરભાઈ કાજેડીયા (ઉ.વ.૩૨) રહે. સરકારી હોસ્પિટલ પાછળ માળીયા (મી) વાળાને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧બી)એ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.