માળીયાના વાગડીયા ઝાંપા પાસે બે જુથ વચ્ચે સામસામે ફાયરિંગમાં સાત ઇજાગ્રસ્ત
માળીયા મીયાણાના વાગડીયા ઝાપા પાસે બાળકોની માથાકુટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બે પક્ષો વચ્ચે સામસામે ફાયરિંગમાં કરવામાં આવ્યું હતું જેમા સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે તો અન્ય એક વ્યક્તિ સિરીયસ હોવાથી તેને તાત્કાલિક રાજકોટ રીફર કરવામાં આવ્યો હોવાની માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઇ રહી છે.
મળતી માહિતી મુજબ માળીયાના વાગડીયા ઝાંપા નજીક સાંજના સમયે બાળકો વચ્ચે માથાકૂટ થઇ હતી જોત જોતામાં માથાકૂટ ઉગ્ર બની હતી જેમાં બે પક્ષ આમને સામને આવી ગયા હતા જેમાં ફારુક હબિબભાઈ જામ, મોહિત હબિબભાઈ જામ કાશ્મ હબીબ ભાઈ જામ,હુસેન કાશમ ભાઈ જામ, જેડા ગુલામ અલી ભાઈ અને ઇસુંભ સબીભ સાધવાની સહિતના તેમજ બીજા જૂથના અલી મામદ ઉર્ફે અલિયો,હેદર અલી મામદ, શિરાજ, સિકંદર, હનીફ,અજર અલી માંમદ સહિતનાઓ દ્વારા સામસામે ફાયરીંગ કરતા સાત ઇસમોને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું છે તો અન્ય એક વ્યક્તિ સિરીયસ હોવાથી તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ રહી છે. તેમજ આ બનાવ અંગે માળિયા પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી બનાવ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.