માળીયાના વાધરવા ગામની સીમમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે આરોપી ફરાર
માળીયા મીયાણા પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન વાધરવા ગામની સીમમાંથી દેશીદારૂ લીટર ૧૫૦ તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૩૬૦૦ મળી કુલ કિં રૂ. ૧,૨૦,૦૦૦ નો મુદ્દામાલ માળીયા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા બંને ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે માળીયા મીંયાણાના વાધરવા ગામની સીમમાં આરોપી આરીફભાઈ અબ્દુલભાઇ સામતાણી તથા નવઘણભાઇ જુગાભાઇ દેગામા રહે બન્ને ચીખલી વાળાની દેશીદારૂ ઉતારવા વાળી જગ્યાએ થી દેશીદારૂ લીટર ૧૫૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૩૬૦૦ પ્રોહી.ની સફળ રેઇડ કરી કુલ કિ.રૂ. ૧,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી બંને ઈસોને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.