Thursday, December 5, 2024

માળીયાના તરઘડી, ચાંચાવદરડા સહિતના ગામોને સિંચાઇનું પાણી પુરૂ પાડવા કોંગ્રેસની માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા તાલુકાના મોટા દહીસરા, તરઘડી તથા ચાંચા વદરડા સહિતના બિન કમાન્ડર એરીયાના ગામોને સિંચાઇનું પાણી પુરૂ પાડવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી તથા પાણી પૂરવઠા વિભાગને રજુઆત કરી સિંચાઇનું પાણી આપવા માંગ કરી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ રાજ્યના કૃષિમંત્રી તથા પાણી પૂરવઠા વિભાગને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે માળીયા તાલુકામાં અતિવૃષ્ટિ તેમજ મચ્છુ ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેડુતોને ભારે નુકશાની થયેલ છે. જેના કારણે ચોમાસુ સિઝનનો લાભ મળેલ નથી.

હાલમાં મોરબી – માળીયા વિધાનસભાના ધારાસભ્ય સોશ્યલ મિડીયા મારફત ખેડુતોને પાણી પહોંચાડવાની વાતો કરી રહ્યા છે ત્યારે માળીયા તાલુકાના મોટા દહીંસરા, તરઘડી, ચાંચાવદરડા સહિતના બિન કમાન્ડ એરિયાના ગામોને સિંચાઈ માટેનું પાણી મળેલ નથી. તેમજ ખેડુતોનો અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ હોય, શિયાળુ પાક લેવા માટે વાવેતર કરેલ છે. પરંતુ આવા ખેડુતોને સિંચાઈનો કોઈ પણ પ્રકારનો લાભ મળેલ નથી અને ખેડુતોને કેનાલના પાણીથી વંચિત રાખવામાં આવેલ છે.

જો મચ્છુ-૨ કેનાલ મારફત બી-૩ કેનાલ નં-૫ માં પાણી છોડી બીન કમાન્ડ એરીયાને મંજુરી આપી માળીયા તાલુકાના મોટા દહીંસરા, તરઘડી, ચાંચાવદરડા સહિતના ગામોના તળાવો ભરવામાં આવે તો અનેક ખેડુતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. જેથી આ રજુઆતને ધ્યાને લઈ ખરા અર્થમાં ખેડુતોને સિંચાઈનું પાણી પુરૂ પાડવાની વાતો કરવાના બદલે તાત્કાલીક ધોરણે મચ્છુ-૨ કેનાલ મારફત બી-૩ કેનાલ નં-૫ માં પાણી છોડી બીન કમાન્ડ એરિયાને મંજુરી આપી ખેડુતોને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરી આપવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર