માળીયાના શહેનશાવલીના પાટીયા પાસે યુવક પર પાંચ શખ્સોનો છરી વડે હુમલો
માળીયા (મી): માળીયામાં બકરાં ચરાવવા બાબતે આરોપીએ યુવકનાં દિકરાને માર મારતાં યુવક આરોપીને સમજાવવા જતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ યુવકને છરી વડે ઈજા કરી ગાળો આપી હોવાની માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયાના ભગડીયા વિસ્તાર શહેનશાવલી પાટીયા પાસે યાસીન ઈબ્રાહિમભાઈ જેડા (ઉ.વ.૩૫) એ આરોપી ઈબ્રાહિમ કટીયા, બીલાલ કટીયા, સીકંદર કટીયા, આમદ કટીયા, મહેરામણ ઉર્ફે ડાડુ કટીયા રહે. બધા માળીયા મી બેંગ વાંઢ શહેનશાવલીના પાટીયા પાસે તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ઈબ્રાહિમએ ફરીયાદીના દીકરાને બકરા ચરાવવા બાબતે માર મારતા ફરીયાદી આરોપીના ઘરે સમજાવવા જતા આરોપીઓ એકદમ ઉશકેરાઇ જઇ આરોપીઓએ ફરીયાદીને છરી વડે ઈજા કરી ગાળો આપી હતી જેથી આ બનાવ અંગે ફરીયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.