Friday, September 20, 2024

માળીયાના રાસંગપર ગામે ત્રણ દિવસથી વીજળીના ધાંધિયા, ગ્રામજનો હેરાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: માળિયાના રાસંગપર ગામે છેલ્લા ૩ દીવસથી વીજ ધાંધિયાના કારણે ગામલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો કે પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓનો ફોન બંધ આવતો હોવાથી લોકો ફરીયાદ કરે તો ક્યાં કરે? તેવો ગામલોકો એ વેધક સવાલ ઉઠાવ્યો હતો. જો કે વરસાદ વચ્ચે બે-ત્રણ દીવસથી સાંજે લાઈટ ગુલ થઇ જાય છે અને સવારે આઠ નવ વાગે આરામ કરીને પાછી આવે છે. આખી રાત લાઈટ ગુલ થઇ જવાથી લોકો બફારામાં હેરાન થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે લાઈટ જતી રહેતી હોવાથી માળિયાના રાસંગપર ગામે અંધારપટ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી વીજળી અપ ડાઉન કરતી હોય તેવુ લાગે છે. અને રાત્રે રજા રાખે છે ફરી પાછી ક્યારે આવે તે નક્કી જ નથી હોતું. આવી રીતે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ શરૂ થવાની સાથે જ વીજળી જતી રહે છે. જેથી ગામના લોકોને વગર વ્રતે જાગરણ કરવા મજબૂર બન્યા છે. પીજીવીસીએલનો કમ્પલેન નંબર સતત બંધ આવતો હોય તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવી તંત્રના પાપે ત્રણ દિવસથી હેરાન થઈ રહ્યા હોય વીજતંત્ર વહેલાસર વીજ ધાંધિયાના પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ નહી લાવે તો ગામના લોકો દ્વારા પીજીવીસીએલની કચેરી ખાતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર