હળવદ: GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયાના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બ્લડ ડોનેશન કેમ્પને ગામના સરપંચ વશરામભાઈ સોલંકી, તાલુકા અગ્રણી લાલભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી હળવદ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ હતો. તેમજ પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં જુના દેવળિયા ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ. કુલ ૪૯ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે આરોગ્ય શાખાનાં જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, જીલ્લા લેબ.ટેક.સેતાભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ચિંતન દોશી, મેડીકલ ઓફિસર ડો.નિશાબેન પાડલીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર બસીયાભાઈ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયાના આરોગ્ય સ્ટાફ અને ગામના તલાટીમંત્રી અને ગ્રામ આગેવાનો દ્વારા જહેમત ઉઠાવેલ.
મોરબી નગરપાલિકા દ્વારા મનોરંજન કર ગ્રાન્ટમાંથી મહાજન ચોક- ચિત્રકૂટ ટૉકીઝ- અમૂલ પાર્લર- સુપર ટોકીઝ સુધી નવો સી. સી. રોડ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેથી આ સમગ્ર માર્ગ પરના વાહનવ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવું જરૂરી જણાય છે.
તેથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરી, મોરબી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧...