માળીયાના નવા અંજીયાસર ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી યુવક તથા તેના સાથી પર ચાર શખ્સોનો છરી વડે હુમલો
માળીયા (મી): માળિયા તાલુકાના નવા અંજીયાસર ગામે આરોપી યુવકની બાપુજીની ફઈની દિકરીને ભગાડી લઈ જઈ પ્રેમ લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી ચાર શખ્સોએ યુવક તથા સાથી પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા ભોળીવાંઢ વિસ્તારમાં રહેતા શેરમામદભાઈ રાણાભાઈ નોતીયાર (ઉ.વ.૩૧) એ આરોપી રસુલ વલ્લીમામદ ઉર્ફે બચુભાઇ માણેક તથા હાસમ વલ્લીમામદ ઉર્ફે બચુભાઇ માણેક તથા અવેશ વલ્લીમામદ ઉર્ફે બચુભાઇ માણેક તથા સદીક રસુલ માણેક રહે બધા નવા અંજીયાસર તા- માળીયાવાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૫ -૨૦૨૪ ના રોજ આરોપી રસુલે ફરીયાદીની બાપુજીની ફઈની દિકરીને ભગાડી લઈ જઈ તેની સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેથી ફરીયાદી તથા સાહેદો સાથે આરોપીઓને બનતુ ના હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી રસુલ તથા હાસમ છરી વતી સાહેદ ગફુર આમદભાઇ પારેડીને પેટના ભાગે તથા પીઠના ભાગે મારી નાખવાના ઇરાદે ઘા મારી જીવલેણ ઇજાઓ કરી તથા આરોપી અવેશ તથા સદીકએ પાઇપથી સાહેદ ગફુરને માથાના ભાગે ઘા મારી ગંભીર ઇજાઓ કરી તેમજ સાહેદ અનવરભાઇને હાથના ભાગે સામન્ય ઇજા કરી હતી જેથી ભોગ બનનાર શેરમામદભાઈએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૩૦૭,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.