માળીયાના નવી નવલખી ગામે યુવક અને તેના સાથીને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યા
માળીયા (મી): માળિયા તાલુકાના નવી નવલખી ગામે યુવક અને આરોપીને કોલસા વિણવાની મજુરી કરતા હોય અને બોલાચાલી થતા તેનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ યુવક અને તેના સાથીને લોખંડના પાઇપ અને ધોકા વડે ફટકાર્યો હોવાની માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના નવી નવલખી ગામે રહેતા સુભાનભાઈ આદમભાઈ મોવર (ઉ.વ.૩૫) એ આરોપી કરીમ હાસમ માણેક, જલાબેન કરીમભાઈ માણેક, સુગરાબેન કરીમભાઈ માણેક રહે બધાં નવી નવલખી ગામ તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪-૦૫-૨૦૨૪ ના રોજ ફરી.તથા આરોપી નં.૧ કોલસા વિણવાની મજુરી કરતા હોય અને બોલાચાલી થતા તેનુ મનદુખ રાખી ત્રણેય આરોપીઓએ પોતાના હાથમા લાકડા ધોકા તથા પાઇપ રાખીને ફરીયાદીના ઘરની બહાર શેરીમા આવી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા શેરીમા પડેલ ફરીયાદિની મારૂતી સ્વીફ્ટ કાર નં.GJ-36-AF-7986 વાળીમા નુકશાન કરેલ તથા આરોપી જલાબેન તથા સુગરાબેન એ સાહેદ રોશનબેનને લાકડાના ધોકા વડે હાથે તથા પગે માર મારેલ જેમા સાહેદ રોશનબેનને જમણા હાથમા તથા જમણા પગમા ફેક્ચર જેવી ઇજા કરી તથા આરોપી કરીમએ પોતાના હાથમા રહેલ પાઇપ વડે ફરીયાદિને મોઢાના ભાગે ઘા મારતા તેને જમણી આંખની નિચે ગાલ ઉપર ઇજા કરી હતી જેથી ભોગ બનનાર સુભાનભાઈ એ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૫,૩૨૩,૫૦૪, ૪૨૭,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
