માળીયાના નવા અંજીયાસર ગામે પતિ અને સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
માળીયા (મી): માળિયા તાલુકાના નવા અંજીયાસર ગામે પતિ અને સાસુના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા જખરીયા પીર નજીક રહેતા આયશાબેન આવેશભાઈ કટીયા (ઉ.વ.૪૦) એ આરોપી આશીફભાઈ ઉમરભાઈ મુલ્લા તથા જરીનાબેન ઉમરભાઈ મૂલ્લા રહે. બંને નવા અંજીયાસર ગામ તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૩-૨૦૨૪ ના રોજ સાંજના છએક વાગ્યાના સુમારે ફરીયાદીની દીકરી પરવીન ઉ.વ.૨૦ વાળીને આરોપી આશીફભાઈ પતિ થતા હોય તથા આરોપી જરીનાબેન સાસુ થતા હોય તેઓ પરવિનાબેનને ઘરકામ બાબતે અવાર નવાર મેણાટોણા મારી ત્રાસ આપી તેમજ આરોપી આશીફભાઈએ અવાર નવાર નશો કરી પરવીનાબેન સાથે જગડાઓ કરી બંને આરોપીઓ પરવીનાબેનને શારીરીક તથા માનસીક દુખ ત્રાસ આપી પરવીનબેનને મરવા મજબુર કરતા પોતાની મેળે આરોપીઓના ઘરે ગળે ફાંસો ખાઇ પરિણીતાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકની માતા આયશાબેને આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૬,૪૯૮(ક),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.