Thursday, January 9, 2025

માળીયાના મોટાભેલા થી જશાપર ગામને જોડતા રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા મીંયાણા તાલુકાના મોટાભેલા ગામથી જશાપર ગામને જોડતો રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ મોરબીના અન્ય રોડ રસ્તાઓનુ કામ ચાલુ કરી પૂર્ણ કરવા માટે રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

કાંતિલાલ બાવરવાએ રજુઆતમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના મોટા ભેલા ગામથી જશાપર ગામને જોડતો રોડ જે મંજુર થયાને ત્રણ કરતા વધારે વર્ષ થયેલ છે. આ કામનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવેલ છે. આ કામ કરવાનો જસ બે બે ધારાસભ્યો દ્વારા લેવામાં આવેલ હતો.

આ કામનો કોન્ટ્રેક્ટ પણ આપવામાં આવેલ. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા માટીકામ અને મેટલ કામ કરવામાં આવેલ છે. જયારે બે કરોડના કામમાં હવે મુખ્ય કામ જે ડામર કામ બાકી છે. અને કામ ઘણા સમયથી બંધ છે. અને આ બાબતે મોટાભેલા ગામના સરપંચ તેમજ ગામના લોકો મૌખિક રજૂઆત મળેલ છે. અને જો આ બાબતે યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરવામાં નહિ આવે તો ગામ લોકો સાથે રહી ને આંદોલન કરવામાં આવશે.

મોરબીના ધારાસભ્યએ બે દિવસ પહેલા જ પોતા દ્વારા કામો મંજુર કરાવ્યાના સમાચાર પ્રસિદ્ધ કરાવેલ છે. પરંતુ કામો પુરા જ ન થવાના હોય તેવા જ કામો શું.? સરકાર દ્વારા મંજુર કરવામાં આવે છે. શું? ધારાસભ્ય આવાજ કામો મંજુર કરાવે છે.?

આવું જ મોરબી – પીપળી – જેતપર રોડનું છે. ઘણા વર્ષો થયા કામ ચાલુ જ છે. આગળ કામ ચાલે છે. અને પાછળ કરેલ કામ તુટવા પણ લાગ્યું છે. પરંતુ કામ પૂરું થયું નથી. તેવું જબીજું કામ મોરબી – હળવદ રોડનું છે. જે પણ ઘણા સમય થયા ચાલે છે. પરંતુ પૂરું જ નથી થતું. કેમ ? અને કામ પણ ખુબજ નબળું થઇ રહ્યું છે. તેમજ મહેન્દ્રનગર પાસેનો ઓવેર બ્રીજ પણ ક્યારે પૂરો થશે? તે જ નક્કી થાય તેમ નથી .

જ્યારે મોરબી શહેરમાં પંચાસર રોડનું કામ પણ ઘણા સમયથી ચાલે છે. પંરતુ પૂરું જ નથી થતું અને પૂરું થયા પહેલા તુટવા પણ લાગે છે. અને કામમાં નબળું મટીરીયલ વાપરવામાં આવે છે. આની તપાસ કરાવા માંગણી કરી છે.

મોરબી લીલાપર થી બાયપાસને જોડતો કેનાલ બાજુનો રોડ પણ ઘણી જગ્યા એ બાકી છે. ત્યાં જ ઘણી જગ્યા એ તૂટી જવા લાગ્યો છે. તો શું સિમેન્ટ કોન્ક્રીટ રોડનું આયુષ બે વર્ષનું જ હોય છે.? જો ના તો આવું કામ કરનાર કોન્ટ્રકાટર સામે તંત્ર કેમ કઈ પગલા લેતું નથી.?

ઉલ્લેખનીય છે કે ત્રણ ચાર દિવસ પહેલા અવની ચોકડી એ જે કામ ચાલતું હતું તે કામ નબળું થતું હોવાનું મોરબી પૂર્વ ચીફ ઓફિસર અને હાલ ના ડે. કમીશનરને ફોટાઓ મોકલાવી જણાવ્યું છે. તેની તપાસ કરવામાં આવે.

તો શું? કામો મંજુર કર્યા પછી પુરા જ કરવાના નથી હોતા ? શું? ફક્ત પોતાની જાહેરાત કરવા પુરતી જ ધારાસભ્યની ફરજ હોય છે.?

જો આ દરેક બાબતે તાત્કાલિક યોગ્ય જવાબ નહિ મળે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર