Sunday, December 22, 2024

માળીયાના મોટા દહીસરા ગામે બનેલ હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ ઈસમોની ધરપકડ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળીયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી કાઢવા બાબતનુ મનદુઃખ રાખી ચાર શખ્સોએ બે વ્યક્તિને લાકડી વડે મારમારેલ જેમા એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજતાં આ બનાવ હત્યા પરિવર્તન થતા હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા ફરીયાદી નિર્મલાબેન ચંદુભાઇ મકવાણાએ પોતાની ફરીયાદ લખાવેલ કે આરોપીઓ સુરેશભાઇ અવચરભાઇ ઇન્દરીયા, અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા, અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયા રહે-તમામ મોટાદહીસરા વિવેકાનંદનગર તા માળીયા મી.વાળાઓએ શેરીમાં પાણી કાઢવા બાબતેનું મન દુ:ખ રાખી આરોપીઓએ લાકડીઓ તથા પાઇપ જેવા હથીયારો લઇ ફરીયાદીના પતિ ચંદુભાઈ છગનભાઇ મકવાણા ઉ.વ.૪૦ વાળાને માથાના ભાગે તથા શરીરે મારી ઇજાઓ કરેલ તેમજ સાહેદ મહાદેવભાઇ મોહનભાઇ રાઠોડને પણ કપાળના ભાગે મારી ઇજાઓ કરેલની ફરીયાદ જાહેર કરેલ અને આ તપાસ ચાલુ હોય તે દરમ્યાન ઇજા પામનાર ચંદુભાઇ છગનભાઇ મકવાણા ઉ.વ.૪૦વાળાને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓ સારવાર દરમ્યાન રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે મૃત્યુ પામેલ જેથી આ બનાવ ખુનના ગુનામા પરીવર્તન થયેલ હોય જેથી હત્યાના ગુનામાં સંડોવાયેલા અરૂણભાઇ અવચરભાઇ ઇન્દરીયા, વિજયભાઇ અવચરભાઇ ઇન્દરીયા, અશોકભાઇ અવચરભાઇ ઇન્દરીયા રહે-તમામ મોટાદહીસરા વિવેકાનંદનગર તા માળીયા મી.વાળાને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

જ્યારે આરોપી સુરેશભાઈ અવચરભાઇ ઇન્દરીયા રહે-મોટા દહીસરા તા.માળીયા મી.વાળાને પણ આ બનાવમાં ઇજા થયેલ હોય અને હોસ્પીટલમાં સારવારમાં દાખલ હોય જેઓને રજા આપ્યે ધોરણસર અટક કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર