માળીયાના મોટા દહીસરા ગામે શેરીમાં પાણી નીકળતા ધોકા પાઇપ ઉડ્યા : ચાર સામે ફરિયાદ
માળીયા (મી): માળિયાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમા ઘરમાંથી શેરીમાં પાણી નિકળતું હોય જેનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ ફરીયાદીના પતી તથા પીતાને લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની માળીયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમા રહેતા નિર્મળાબેન ચંદુભાઈ મકવાણા (ઉ.વ.૪૦) એ તેમના જ ગામના આરોપી સુરેશભાઈ અવચરભાઈ ઇન્દરીયા, અરૂણભાઇ અવચરભાઈ ઇન્દરીયા, વિજયભાઈ અવચરભાઈ ઇન્દરીયા તથા અશોકભાઈ અવચરભાઈ ઇન્દરીયા વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ઘરમાંથી શેરીમાં પાણી નીકળતું હોય જેનું મનદુઃખ રાખી આરોપીઓએ ફરીયાદીના પતીને લોખંડના પાઇપ અને ધોકા વડે મારમારી ઈજા કરી હતી. ફરીયાદીના પતીને મારતા હોય ત્યારે ફરીયાદના પીતા મહાદેવભાઈ ત્યાં આવી જતા ફરીયાદીના પતીને બચાવવા જતાં મહાદેવભાઈને લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.