આકરા પાણીએ: વવાણીયા ગામની મહિલાઓએ પીવાના પાણી મુદ્દે મામલતદારનો વિરોધ કર્યો
માળીયા (મી): માળિયા તાલુકાનાં વવાણીયા ગામે છેલ્લા બે મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય જેને લઈ ગામની મુલાકાતે આવેલા મામલતદાર અને સરપંચની હાજરીમાં ગામની મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.
માળિયા તાલુકાના વવાણીયા ગામે ભર ઉનાળે પાણી પાણીની બૂમાબૂમ પડી છે, વવાણીયા ગામે સ્થાનિકોને છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી નથી મળિ રહ્યું, ત્યારે આજે ગામની મુલાકાત આવેલ મામલતદારનો ગામના સરપંચની હાજરીમાં પાણીની સમસ્યાને લઇને મહિલાઓએ વિરોધ કરી હોબાળો મચાવ્યો હતો અને મામલતદારને પાણી બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે પંચાયત દ્વારા કોઈ યોગ્ય કામગીરી હાથ ધરવામાં ન આવતા આખરે પીવાના પાણીની સમસ્યાને લઈ વવાણીયા ગામની મહિલાઓએ મામલતદારની હાજરીમાં હોબાળો મચાવ્યો હતો અને પાણીના પ્રશ્નનું નીરાકારણ લાવવા રજુઆત કરી હોવાનો વિડીયો હાલ સોશીયલ મીડીયા વાઈરલ થઈ રહ્યો છે.