Thursday, March 6, 2025

માળીયાના કુંભારીયા ગામે યુવકને મારી નાખવાની ધમકી આપતા ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા તાલુકાના કુંભારીયા ગામે ગણપતભાઈના ગલ્લે આરોપીઓ સિગારેટ પીવા આવેલ હોય અને ગાળો બોલતા હોય જ્યાં યુવકનું ઘરે ગલ્લા પાસે હોવાથી ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ યુવકને ગાળો આપી ગાડીનુ વ્હીલ યુવકના પુત્રના પગ પર ચડાવી ઇજા કરી હતી. તથા અન્ય એક આરોપી ધાર્યું લય આવી પોલીસ ફરીયાદ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે આરોપી વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના કુંભારીયા ગામે રહેતા અને ખેતી કરતા અરવિંદભાઈ હરખજીભાઈ પંચાસરા (ઉ.વ‌.૩૨) એ તેમના જ ગામમા રહેતા આરોપી નિલેશભાઈ રમેશભાઈ પરમાર, કિશનભાઇ કાનજીભાઇ હુંબલ, જશમતભાઈ કાળુભાઈ ઈદરીયા તથા રમેશભાઈ દેવશીભાઇ પરમાર વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ મારૂતિ સ્વીફટ કાર રજીસ્ટર નં. GJ-36-AL-7950 વાળી લઇને સાહેદ ગણપતભાઇ ના ગલ્લે સિગરેટ પીવા માટે આવેલ અને ગાળો બોલતા હોય અને ફરીયાદિનું રહેણાંક મકાન બાજુમાં આવેલ હોય જેથી ગાળો બોલવાની ના પાડતા જે આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ એકસંપ કરી ફરીયાદીને ગાળો આપી જતા તે દરમ્યાન પુરઝડપે ત્યાંથી ગાડી જતા ફરીયાદિના દિકરા નક્ષના જમણા પગના પોંચા ઉપર ચડી જતા સામાન્ય ઇજા કરી તથા આરોપી ગામના ઝાપા પાસે ધારીયુ લઈને આવી પોલીસ ફરીયાદ કરવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર