માળિયાના ખીરાઈ ગામે જમીનમાં દાટેલ રૂ. 30 હજારના એલ્યુમિનિયમના તારની ચોરી
માળિયા (મી) તાલુકાના ખીરઈ ગામે જેટકો સબ સ્ટેશનથી આગળ બે થાંભલા વચ્ચેનો એલ્યુમિનિયમનો તાર આશરે ૨૫૦ મીટર જેની કિંમત રૂ.૨૦,૦૦૦ તથા જમીનમાં નાખેલ એલ્યુમિનિયમનો કોપરલેયર કેબલ આશરે ૨૦ મીટર જેની કિંમત રૂ. ૧૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૩૦,૦૦૦ ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ યદુનંદન શેરી નં -૧૯ ચંદ્રેશનગરની બાજુમાં રહેતા દિલીપભાઈ બચુભાઈ મોકાસણા (ઉ.વ.૪૮) એ આરોપી કોઈ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૨-૨૦૨૩ થી તા. ૧૧-૧૨-૨૦૨૩ સુધીમાં ફરીયાદીની કોંટ્રાક્ટ પેટેના ખીરઈ ગામમા આવેલ બે થાંભલા વચ્ચેનો એલ્યુમીનીયમનો તાર આશરે ૨૫૦ મીટર જેની કી.રૂ.૨૦,૦૦૦/- તથા જમીનમા નાખેલ એલ્યુમીનીયમનો કોપરલેયરનો કેબલ આશરે ૨૦ મીટરનો જેની કી.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૦,૦૦૦/- નો કોઈ અજાણ્યા ઈશમ ખુલ્લામાથી ચોરી કરી લઈ ગયો હોવાથી ભોગ બનનાર દીલીપભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.