પોલીસ પણ અસુરક્ષિત; માળીયાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલ ટીમ પર પથ્થરમારો; પાંચ પોલીસકર્મી ઘાયલ
મોરબી જિલ્લામાં બુટલેગરોને હવે પોલીસની પણ બીક રહી ન હોય તેવું હાલ લાગી રહ્યું છે
હાલના બનાવની વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલ માળિયા (મીં) પોલીસની ટીમ પર અંદાજે ૨૦ જેટલા શખ્સોએ પથ્થરમારો કરતા પાંચ જેટલા પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમને પ્રથમ સારવાર માટે માળિયા સરકારી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ પોલીસ પર હુમલો કરનાર મહિલાઓ સહિતના શખ્સોને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી છે.અગાઉ પણ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલ પોલીસ કર્મચારીઓ પર બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો હતો.
મોરબી જિલ્લામાં બુટલેગરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે પહેલાં લોકોને જ જવાબ ન આપતા બુટલેગરો હવે પોલીસ પર પણ હુમલા કરવા લાગ્યા છે. બુટલેગરોમા પોલીસનો કોઈ જાતનો ભય રહ્યો નથી. ત્યારે મોરબી જિલ્લામાં દારૂબંધીને નાથવામાં મોરબી જીલ્લા પોલીસ સરેઆમ નિષ્ફળ નીવળી હોઈ તેવું લાગી રહ્યું છે.મોરબીમાં કડક પોલીસ અધિકારી હોઈ તો આવા બૂટલેગરો પોલીસ પર હુમલો કરતા સો વાર વિચારે પણ જે પ્રકારે આ હુમલો થયો જે તે જોતા હવે જિલ્લામાં કડક અધિકારીની નિમણૂક માંગી રહી છે.