Sunday, January 19, 2025

માળીયા (મિયાણા) તાલુકાના ખેડૂતો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મહાત્મા ગાંધી મનરેગા યોજના અને અન્ય ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ વિશે સરળ ભાષામાં જાણકારી અપાઈ

ગત તારીખ ૧૬/૦૧/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માળિયા (મિયાણા) તાલુકા પંચાયતના મિટિંગ હોલમાં માહિતીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ચેરમેન- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારી જે. એસ.પ્રજાપતિએ ખેડૂતોને મળતા વિવિધ યોજનાકીય લાભો વિશે ઊંડી સમજ આપી હતી.

તેમજ મનરેગા યોજનાના ડી.ડી.પી.સી છૈયાભાઈ તેમજ તાલુકાના મનરેગા યોજનાના એ.પી.ઓ. દ્વારા મનરેગા યોજના અંતર્ગત ખેડૂતોના મળવાપાત્ર વ્યક્તિગત લાભ વિશે પી.પી.ટી. દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વ્યક્તિગત ખેત તલાવડી બનાવવી, વ્યક્તિગત ચેકડેમો બનાવવા, જમીન લેવલિંગના કામો, શોકપીટના કામો, કંપોષ્ટ પીટના કામો, કુવા રિચાર્જ કરવાના કામો, નવા સામુહિક કૂવાના કામો જેવા વિવિધ વ્યક્તિગત અને સામુહિક કામો અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સેમિનારમાં ભાગ લેવા અંગે સહયોગ આપવામાં આવ્યો હતો. તેમજ સિંચાઈ વિભાગ દ્વારા કુવા અને બોર રિચાર્જ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં બહોળા પ્રમાણમાં ખેડૂતો ઉપલબ્ધ રહીને માહિતી મેળવી હતી અને સેમિનારને સફળ બનાવ્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર