સોના – ચાંદી સાચવવા કે પશુઓને ? ખાખરેચી ગામેથી બે મોંઘીદાટ ભેંસો તસ્કરો ઉઠાવી ગયા
માળીયા (મી): મોરબી જિલ્લામાં હવે દુધાળા પશુઓને લઈ પણ પશુપાલકોની ચિંતા વધી ચૂકી છે. જિલ્લામાં લોકોએ ઘરમાં ઘરેણાં અને રોકડ સહિત કિંમતી ચિજ વસ્તુઓ સાચવવા સાથે હવે પશુઓને પણ તસ્કરોથી બચાવવા માટે ઉજાગરા કરવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. માળીયા તાલુકાના ખાખરેચી ગામે એક પશુપાલકના વાડામાંથી તસ્કરો બે ભેંસોને ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે રહેતા બળદેવભાઈ માત્રાભાઈ શિયાર (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદની માલીકીની ભેંસ (જીવ) નંગ -૦૨ કિં રૂ. ૧,૪૦,૦૦૦ ની વાડામાં બાંધેલ ભેંસ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.